Get The App

ભારત વિશ્વમાં બીજા ક્રમનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યુ

- ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ભારતે USને પછાડયુ : આ યાદીમાં ચીન નંબર વન

- સરળ કામકાજની પદ્ધતિ અને ખર્ચ પ્રતિસ્પર્ધાત્મકતાથી ભારતને ફાયદો થયો

Updated: Aug 23rd, 2021


Google NewsGoogle News
ભારત વિશ્વમાં બીજા ક્રમનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યુ 1 - image


નવી દિલ્હી : ભારત વિશ્વમાં બીજા ક્રમના સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યુ છે જે અમેરિકા અને એશિયા પેસિફિક ક્ષેત્ર સહિત અન્ય દેશો દ્વારા ભારતના એક પસંદગીના મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં વધી રહેલા રસને દર્શાવે છે. કુશમાન એન્ડ વેકફીલ્ડના ૨૦૨૧ના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છે.

ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૌથી મોટું કારણ ઓપરેટિંગ કન્ડિશન્સ એટલે કે કામકાજની સરળ પદ્ધતિ અને કોસ્ટ કમ્પિટિટિવનેસ (પ્રતિસ્પર્ધાત્મકતા) છે. આ સાથે જ આઉટસાર્સિંગ આવશ્યકતાઓને પૂરી કરવામાં દેશની સફળતાએ દર વર્ષે રેન્કિંગમાં વૃદ્ધિ કરી છે. 

ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ચાલુ વર્ષે ભારતનું સ્થાન બદલાયુ છે અને અમેરિકાને પછાડી બીજા ક્રમે આવી ગયો છે, જ્યારે પાછલા વર્ષે ભારત આ યાદીમાં ટોપ-૩માં ત્રીજા ક્રમે હતો. આ યાદીમાં ચીન પ્રથમ નંબરે છે.

'ભારત તેની વિકાસની કહાનીમાં એક કૃષિ અર્થતંત્રમાંથી સર્વિસ અર્થતંત્રમાં પરિવર્તિત થયું છે. દેશે આ ટ્રાન્સમિશનમાં મેન્યુફેક્ચરિંગના પાસાને લગભગ ભુલાવી દીધો છે. તેમ છતાં ખર્ચ અને ટેલેન્ડની મદદથી ભારતને વૈશ્વિક રેન્કિંગમાં અનુકૂળ સ્થાન આપે છે. કોવિડ -૧૯ની બીજી લહેર દરમિયાન અને ત્યારબાદ ભારતીય મેન્યુફેક્ચરિંગે ભારે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. પરંતુ રોકાણકારોનો વધારે આત્મવિશ્વાસ મેળવવા અને મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ્યને પાર પાડવા માટે, આપણે લેન્ડ અને લેબર રિફોર્મ્સ પર ધ્યાન આપવું પડશે અને ઇન્ફર્મેશનના સેક્ટરને અપગ્રેડ કરવું પડશે.

'અન્ય બજારોએ માઇક્રો-પ્રોસેસર્સ, કોમ્પ્યુટર ચિપ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા મુખ્ય પ્રોડક્ટોની વધતી માંગની તક ઝડપી લીધી છે. દક્ષિણ કોરિયાને સેમિકન્ડક્ટર્સના વધતા મૂલ્યથી ફાયદો થયો છે, જે મજબૂત માંગ અને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી) સહિતની પ્રોડક્ટની વૈશ્વિક અછત વચ્ચે જાન્યુઆરી ૨૦૨૧માં ૧૬.૮ ટકાની વાષક વૃદ્ધિ થઇ છે.'


Google NewsGoogle News