ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 72 પોઈન્ટ ઘટીને 82891

- નિફટી સ્પોટ ૩૨ પોઈન્ટ ઘટીને ૨૫૩૫૬ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત તેજી

- FPIs/FIIની કેશમાં રૂ.૨૩૬૫કરોડની ચોખ્ખી ખરીદી, DIIની રૂ.૨૫૩૨ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : સેન્સેક્સ 72 પોઈન્ટ ઘટીને 82891 1 - image


રોકાણકારોની સંપતિ રૂ.૧.૩૫ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૭૧ લાખ કરોડની નવી ટોચે

મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોમાં મજબૂતીથી સામે એશીયા-પેસિફિક દેશોના બજારોમાં  ચાઈનામાં આર્થિક સ્થિતિ કથળી રહ્યાના અને ચાઈનાની સરકાર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ બેંકરો સામે પગલાં બાદ આંતરરાષ્ટ્રીય ઓડિટિંગ કંપની પ્રાઈસ વોટર હાઉસ-પીડબલ્યુસી સામે ઓડિટિંગમાં કથિત ગોટાળા મામલે દંડાત્મક પગલાં લઈ છ મહિના માટે પ્રતિબંધ મૂક્યાના અહેવાલે એશીયાના બજારોમાં આજે નરમાઈ રહી હતી. ભારતીય શેર બજારોમાં  ગઈકાલે નિફટી ૫૦ની એક્સપાયરીના દિવસે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા જંગી ખરીદી કરી વિક્રમી ઉછાળો આપ્યા બાદ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. જ્યારે સ્મોલ, મિડ કેપ,  આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, બેંકિંગ, મેટલ-માઈનીંગ કંપનીઓના શેરોમાં તેજી રહી હતી. વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૭૧.૭૭ પોઈન્ટ ઘટીને ૮૨૮૯૦.૯૪ અને નિફટી ૫૦ સ્પોટ ૩૨.૪ પોઈન્ટ ઘટીને ૨૫૩૫૬.૫૦ બંધ રહ્યા હતા.

બ્લુ સ્ટાર રૂ.૬૯  વધીને રૂ.૧૮૮૮ : વોલ્ટાસ રૂ.૬૯ વધીને રૂ.૧૯૨૨ : વીઆઈપી, ડિક્સન ટેકનો.માં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. બ્લુ સ્ટાર રૂ.૬૯.૪૫ વધીને રૂ.૧૮૮૭.૬૫, વોલ્ટાસ રૂ.૬૮.૭૦ વધીને રૂ.૧૯૨૨.૧૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૫૦૩, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૫.૪૫ વધીને રૂ.૨૯૫.૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૭૫.૭૦ વધીને રૂ.૧૩,૦૨૨.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૬૫.૯૪ પોઈન્ટ વધીને ૬૬૭૪૯.૪૯  બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં સતત આકર્ષણ : આર સિસ્ટમ્સ રૂ.૩૪ ઉછળી રૂ.૫૩૨ : ન્યુજેન, ૬૩ મૂન્સ, મોસચીપમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની સતત લેવાલી જળવાઈ હતી.  આર સિસ્ટમ્સ રૂ.૩૩.૯૦ વધીને રૂ.૫૩૨.૩૫, ન્યુજેન સોફ્ટવેર રૂ.૭૦.૮૦ વધીને રૂ.૧૧૬૧.૨૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૪૫.૧૦ વધીને રૂ.૧૨,૨૧૮, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૮૦ વધીને રૂ.૪૧૬.૦૫, મોસચીપ ટેકનોલોજી રૂ.૧૩  વધીને રૂ.૨૭૩.૫૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨૯.૭૫ વધીને રૂ.૭૧૧.૯૦, વિપ્રો રૂ.૨૦.૮૦ વધીને રૂ.૫૫૦.૬૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૪૬.૨૦ વધીને રૂ.૧૩૫૦.૮૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૯.૮૦ વધીને રૂ.૭૮૯.૫૦, નેલ્કો રૂ.૨૭ વધીને રૂ.૧૨૩૨.૯૦, એમ્ફેસીસ રૂ.૬૨.૭૦ વધીને રૂ.૩૧૬૦, કોફોર્જ રૂ.૧૩૦.૧૫ વધીને રૂ.૭૦૦૫, પર્સિસ્ટન્ટ રૂ.૫૯.૧૫ વધીને રૂ.૫૩૫૭.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૫.૭૪ પોઈન્ટ વધીને ૪૩૯૮૪.૧૪ બંધ રહ્યો હતો.

એપીએલ રૂ.૪૧ વધીને રૂ.૧૪૬૦ : વેદાન્તા, જિન્દાલ સ્ટીલ, એનએમડીસી, જિન્દાલ સ્ટેનલેસમાં આકર્ષણ

મેટલ-માઈનીંગ ક્ષેત્રે સરકાર દ્વાર ચાઈના અને વિયેતનામથી થતી કેટલીક સ્ટીલ પ્રોડક્ટસની આયાત પરની એન્ટિ-ડમ્પિંગ ડયુટીને વધુ સમય માટે લંબાવવાનો નિર્ણય લેવાતાં  ભારતીય કંપનીઓ, મેન્યુફેકચરરોને ફાયદો થવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. એપીએલ અપોલો રૂ.૪૦.૯૫ વધીને રૂ.૧૪૬૦.૫૦, વેદાન્તા રૂ.૧૨.૨૦ વધીને રૂ.૪૫૩.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૧૦૨૮.૭૫, એનએમડીસી રૂ.૫.૨૦ વધીને રૂ.૨૨૦.૭૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૭૬૨.૨૫, સેઈલ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૩૨.૧૫, ટાટા સ્ટીલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૫૩.૪૦ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં ફરી તેજી : ડીએલએફરૂ.૨૮ ઉછળી રૂ.૮૬૪ : ઓબેરોય રિયાલ્ટી, મેક્રોટેક, ગોદરેજ વધ્યા

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીની ફરી માંગ વધવાની અપેક્ષાએ ફંડોની આજે રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ નવેસરથી તેજી કરી હતી. ડીએલએફ રૂ.૨૭.૯૦ વધીને રૂ.૮૬૩.૬૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૨.૮૦ વધીને રૂ.૧૮૧૯, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૩૫.૧૦ વધીને રૂ.૧૨૩૨.૨૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૬૪.૩૦ વધીને રૂ.૨૯૪૩.૩૦, શોભા ડેવલપર્સ રૂ.૩૩.૭૫ વધીને રૂ.૧૭૭૬.૮૦, મહિન્દ્રા લાઈફ રૂ.૮.૬૫ વધીને રૂ.૫૪૯.૬૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨.૫૫  વધીને રૂ.૧૩૩૩.૦૫  રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪૩.૬૯  પોઈન્ટ વધીને ૮૨૩૨.૦૭ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૭૭ શેરો પોઝિટીવ બંધ 

સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીને વિરામ આપવામાં આવ્યા સામે ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં અને એ ગુ્રપના પસંદગીના શેરોમાં લેવાલી જાળવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી  ૪૦૬૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૩૭થી વધીને ૨૪૭૭  અને ઘટનારની સંખ્યા ૧૬૦૯થી ઘટીને ૧૪૮૧ રહી હતી.

ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૬ વધીને રૂ.૪૧૦૧ : સુંદરમ, અપોલો ટાયર્સ, એમઆરએફ, ટાટા મોટર્સમાં આકર્ષણ

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ રહી હતી. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૬.૧૦ વધીને રૂ.૪૧૦૧.૩૦, સુંદરમ રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૪૦૧, અપોલો ટાયર્સ રૂ.૯.૨૦ વધીને રૂ.૫૨૬.૮૫, એમઆરએફ રૂ.૧૫૨૧.૪૫ વધીને રૂ.૧,૩૭,૪૩૦.૫૦, મધરસન સુમી રૂ.૨.૦૫ વધીને રૂ.૧૯૦.૭૫, ટાટા મોટર્સ રૂ.૬.૦૫ વધીને રૂ.૯૯૨.૧૦, બોશ રૂ.૧૩૭.૫૫ વધીને રૂ.૩૪,૨૫૫.૩૦, ટીવીએસ મોટર રૂ.૬.૮૦ વધીને રૂ.૨૮૨૮.૪૦ રહ્યા હતા. 

ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ : રિલાયન્સ, પેટ્રોનેટ, ઓએનજીસી, એચપીસીએલ, ગેઈલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં આજે નફારૂપી વેચવાલી રહી હતી. ઓએનજીસી રૂ.૨.૩૫ ઘટીને રૂ.૨૯૧.૬૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૮ ઘટીને રૂ.૩૩૪.૭૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૭૫ ઘટીને રૂ.૫૧૬, ગેઈલ રૂ.૧.૭૦ ઘટીને રૂ.૨૧૮.૯૦, અદાણી ટોટલ ગેસ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૮૦૦.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૨૯૪૪.૪૫, બીપીસીએલ રૂ.૧.૪૫ ઘટીને રૂ.૩૪૨.૧૦ રહ્યા હતા.

 FPIs/FIIની રૂ.૨૩૬૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૫૩૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૨૩૬૪.૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૯૮૨.૯૯  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૧૮.૧૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૫૩૨.૧૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૧૫૬.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૬૨૪.૨૫ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૩૫ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૭૧ લાખ કરોડની નવી વિક્રમી ટોચે

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને વિરામ  સામે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના તેજીનો  વ્યાપ વધતાં અનેક ભાવો ઉછળી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૧.૩૫  લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૭૧ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.


Sensex

Google NewsGoogle News