Get The App

Independence Day: અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યના હાથમાં જોવા મળ્યો તિરંગો

Updated: Aug 15th, 2022

GS TEAM


Google News
Google News
Independence Day: અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યના હાથમાં જોવા મળ્યો તિરંગો 1 - image


- અંબાણી પરિવારે કંપનીના કર્મચારીઓ સાથે આઝાદી પર્વ ઉજવ્યો

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર

દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે. રાજધાની દિલ્હીથી શરૂ કરીને દેશના આંતરિયાળ ગામડાઓમાં પણ લોકો તિરંગો ફરકાવીને આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બિઝનેસ જગત પણ દેશભક્તિના આ રંગમાં રંગાવાથી બાકાત નથી રહ્યું. દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે પોતાના પરિવાર સાથે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારના સૌથી નાના સદસ્ય પૃથ્વી અંબાણીના હાથમાં પણ તિરંગો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી તથા પૌત્ર પૃથ્વી અંબાણી સાથે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ અંબાણી પરિવારને મળી ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના નંબર પર આવ્યા કોલ

મુકેશ અંબાણી પૌત્રને તેડીને ઉભા છે અને બાજુમાં રહેલા નીતા અંબાણી તિરંગો લહેરાવી રહ્યા છે. વીડિયોના અંતમાં નીતા અંબાણી પૌત્રના હાથમાં તિરંગો આપતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવારે કંપનીના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસ સમારંભ ઉજવ્યો હતો અને તે સમયે આ વીડિયો લેવામાં આવ્યો હતો. 

તિરંગાના રંગે રંગાયુ અંબાણીનું ઘર

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને છેલ્લા એક વર્ષથી આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશને આ ઉજવણીમાં સામેલ કરવા 'હર ઘર તિરંગા' અભિયાનનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનની આ અપીલની મોટા પાયે અસર જોવા મળી હતી અને દેશના તમામ વર્ગના લોકોએ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે અંબાણી પરિવાર પણ તેનાથી બાકાત ન રહ્યો અને એન્ટીલિયા તિરંગાના રંગે ઝળહળી ઉઠતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

Independence Day: અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યના હાથમાં જોવા મળ્યો તિરંગો 2 - image


Tags :