Get The App

વીજ વાહનોનો વપરાશ વધતા વૈશ્વિક ઓઈલની માંગમાં ઘટાડો જોવા મળશે

- ૨૦૩૦ સુધીમાં ક્રુડની દૈનિક માગ ૬૦ લાખ બેરલ ઘટવા ધારણાં

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
વીજ વાહનોનો વપરાશ વધતા વૈશ્વિક ઓઈલની માંગમાં ઘટાડો જોવા મળશે 1 - image


મુંબઈ : વિશ્વભરમાં ખાસ કરીને ચીનમાં વીજ સંચાલિત વાહનો તરફ વધી રહેલા આકર્ષણને કારણે ક્રુડ તેલની વૈશ્વિક બજારમાં ખલેલ પડવાની શકયતા  છે. ચીનમાં નવી કારના વેચાણમાં ચાલીસ ટકા હિસ્સો વીજ સંચાલિત કારનો જોવા મળી રહ્યો છે   જ્યારે વૈશ્વિક સ્તરે આ હિસ્સો વીસ ટકા જેટલો છે જે ક્રુડ ઓઈલ તથા ગેસ ઉત્પાદકો માટે સમશ્યા ઊભી કરી શકે એમ છે, એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)ના એક રિપોર્ટમાં જણાવાયું છે.

તાજેતરના વર્ષોમાં ક્રુડ ઓઈલની વધતી માગમાં મોટાભાગની માગ ચીન તરફથી વધતી હતી અને પ્રદૂષણ પણ વધુ ઓકાતુ હતું.

ઈન્ટરનેશનલ એનર્જી  એજન્સીના વર્લ્ડ એનર્જી   આઉટલુકમાં વીજ વાહનોને કારણે ૨૦૩૦ સુધીમાં ક્રુડ તેલની દૈનિક માગમાં ૬૦ લાખ બેરલનો ઘટાડો થવાની ધારણાં મૂકવામાં આવી છે.

હાલના ટ્રેન્ડસ તથા નીતિઓને આધારે કહી શકાય એમ છે કે, ૨૦૩૦ સુધીમાં કારના કુલ વૈશ્વિક વેચાણમાં વીજ સંચાલિત વાહનનો હિસ્સો ૫૦ ટકા સુધી પહોંચી જશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

વૈશ્વિક સ્તરે માર્ગો પર દોડતી કુલ વીજ સંચાલિત કારમાંથી પચાસ ટકા કાર ચીનના માર્ગો પર દોડે છે. ૨૦૩૦ સુધીમાં ચીનમાં ૭૦ ટકા નવી કાર વીજ સંચાલિત રહેશે. 

ચીનમાં પવન તથા સૌર ઊર્જા ક્ષમતામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જો કે કલીન ઊર્જા ઉત્પાદનમાં વધારાની સાથોસાથ વીજ માટેની માગમાં પણ વધારો થઈ રહ્યો છે જેને કારણે કોલસા આધારિત વીજ ઉત્પાદન પણ વધી રહ્યું છે. આનો અર્થ કોલસા મારફતના પ્રદૂષણમાં વધારો થતો રહેશે એવો મત પ્રવર્તી રહ્યો છે.વીજની માગમાં અપેક્ષા કરતા ઝડપથી વધારો થઈ રહ્યો છે.



Google NewsGoogle News