ઈન્કમ ટેક્સ અંગે બે મોટી જાહેરાતઃ નવા ટેક્સ રેજિમમાં ત્રણ લાખ સુધી ટેક્સ નહીં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજાર કરાયું
Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણે મધ્યમવર્ગને નવા ટેક્સ રેજિમ હેઠળ વિવિધ રાહતો આપી છે. જેમાં નવા ટેક્સ રેજિમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તેમજ નવા ટેક્સ રેજિમ હેઠળ 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગૂ થશે નહીં. ઉલ્લેખનીય છે, જૂના ટેક્સ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
નવા ટેક્સ રેજિમમાં ટેક્સ સ્લેબમાં ફેરફારોના કારણે પગારદાર ઈનકમ ટેક્સમાં રૂ. 17500 સુધીની બચત કરી શકશે. હવેથી TDS ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહીં. સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.
નવા ટેક્સ રેજિમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર
જૂના ટેક્સ રેજિમનો ટેક્સ સ્લેબ
2.5 લાખ સુધી-0%
2.5થી 5 લાખ- 5%
5થી 10 લાખ-20%
10 લાખથી વધુ-30%
ઉલ્લેખનીય છે, 2020માં સરકારે નવા ટેક્સ સ્લેબ રજૂ કર્યા હતા. જેને મોટાભાગના કરદાતાઓ દ્વારા પસંદ કરવામાં આવી ન હતી. જો કે, બાદમાં ગત વર્ષે તેમાં ફેરફાર કરતાં સ્લેબ છથી ઘટાડી 5 કર્યા હતા.