Get The App

છેલ્લા દિવસે પણ ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા? તો હવે શું કરશો, જાણો જોગવાઈ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Income Tax Return


ITR Filling Penalty: ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, બુધવારે 31 જુલાઈના રોજ સાંજે સાત વાગ્યા સુધીમાં 7 કરોડથી વધુ કરદાતાઓએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા છે. જેમાંથી 50 લાખથી વધુ આઈટીઆઈર માત્ર છેલ્લા દિવસે જ ભરાયા હતા. નાણાકીય વર્ષ 2024 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોસ્ટ કરી છે કે, અત્યારસુધી (31 જુલાઈ) સાત કરોડથી વધુ લોકોએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા છે. જેમાં આજના દિવસે જ 50 લાખથી વધુ આઈટીઆર ફાઈલ થયા છે. ગતવર્ષે 6.77 કરોડથી વધુ લોકોએ આઈટીઆર ફાઈલ કર્યા હતા.

રેવેન્યૂ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે છ કરોડ આઈટીઆર ફાઈલ થયા હતા. જેમાંથી 70 ટકા રિટર્ન નવી ટેક્સ પદ્ધતિ હેઠળ જમા થયા છે. નવી ટેક્સ પદ્ધતિનો હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવી નિયમોનો બોજો ઘટાડવાનો છે. ટેક્સ કાયદાની વ્યાપક સમીક્ષા થઈ રહી છે. 

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરનારાઓને શું સજા

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. જો કોઈ કરદાતાએ આ તારીખ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તે પેનલ્ટી સાથે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે. જેને બિલેટેડ ઈનકમ ટેક્સ રિટર્ન તરીકે ઓળખાય છે. જેના માટે પેનલ્ટી ચૂકવવી પડશે. ઈનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 234 (એફ) અનુસાર, મોડેથી રિટર્ન ફાઈલ કરવા પર કરપાત્ર આવકના દરમહિને 1 ટકા વ્યાજ પેટે પેનલ્ટી ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ STCG ટેકસ દર વીસ ટકાથી પણ વધુ વસૂલવા માટે સરકારની વિચારણા

પેનલ્ટીનો દર

ઈનકમ ટેક્સ રિટર્ન એક્ટની કલમ 234 (એફ) અનુસાર, મોડેથી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને વાર્ષિક આવક અનુસાર પેનલ્ટી ચૂકવવી પડે છે. જો કરદાતાની વાર્ષિક આવક રૂ. 5 લાખ કે તેથી ઓછી હોય તો તેને રૂ. 1000 અને જો વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ હોય તેણે રૂ. 5000 પેનલ્ટી પેટે ચૂકવવા પડશે.

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કરવા પર શું જોગવાઈ

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલન ન કરનારાને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. એક તો તે પોતાના વર્તમાન એસેસમેન્ટ યરની ખોટને કેરિ ફોરવર્ડ કરી શકતા નથી. પેનલ્ટીનો સામનો કરવો પડે છે. તેમજ ટેક્સ રેટ અનુસાર, વધુ આવક ધરાવતા લોકોને રિટર્ન ફાઈલ ન કરવા બદલ કાનૂની કાર્યવાહી તેમજ જેલની સજા થઈ શકે છે. રિટર્ન ફાઈલ ન કરનારાને લોન લેવામાં તેમજ વિદેશ જવા સહિતના કિસ્સામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.છેલ્લા દિવસે પણ ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા? તો હવે શું કરશો, જાણો જોગવાઈ 2 - image


Google NewsGoogle News