ઈનકમ ટેક્સ વિભાગે મોકલેલી નોટિસ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવી જરૂરી, આ રીતે કરો ચેક
Income Tax: તમારા રિટર્નમાં ખામી હોવાનું જણાવી આવકવેરા ખાતાને નામે કેટલીક ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ કરદાતાઓને નોટિસ આપી દેતી હોવાનું જોવા મળે છે. સામાન્ય રીતે આવકવેરા ખાતાની નોટિસ જોઈને કરદાતાના મોતિયા મરી જતાં હોવાનું જોવા મળે છે. વાસ્તવમાં કરદાતાએ ડરી જવાની જરૂર નથી. તેમણે તે નોટિસની સચ્ચાઈ અંગે પહેલે ખરાઈ કરી લેવી જોઈએ.
આજકાલ ઈન્કમટેક્સના નામે બોગસ વ્યક્તિઓ દ્વારા નોટિસ પાઠવી દેવાની ઘટનાઓ બનતી હોય છે. તેથી જ ટેક્સપેયર્સને મળેલી નોટિસ ખરી છે કે નહિ તેની ચકાસણી કરવી ફરજિયાત બની ગઈ છે.
જેના માટે સૌ પ્રથમ તો કરદાતાઓ નોટિસ કયા ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવી છે . તે ચકાસી લેવુ જોઈએ. ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જઈને નોટિસની ખરાઈ કરી શકાય છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મેઈલ પણ મોકલે છે
સામાન્ય રીતે આવકવેરા ખાતા તરફથી આપવામાં આવતી નોટિસ જે મેઈલ પરથી આવી હોય તો મેઈલ આઈડીમાં incometax.gov.in લખેલું હોય જ છે. આ સિવાયનું કોઈ લખાણ તેમાં જોવા મળે તો તે નોટિસને શંકાની નજરથી જોઈ શકાય છે.
ત્યારબાદ વધુ ચોકસાઈ કરવા માટે કરદાતા તરીકે તમે આવકવેરા ખાતાની વેબસાઈટ પર પર જઈને તે નોટિસ સાચી છે કે નહિ તે જોઈ શકો છો.
ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ડાબી તરફ ક્વિક લિન્કમાં જઈને ક્લિક કરશો તો તમને ઓથેન્ટિકેટ નોટિસ કે ઓર્ડરનું લખાણ જોવા મળશે. આ વિભાગમાં આવકવેરા ખાતા દ્વારા આપવામાં આવેલી નોટિસ કે ઓર્ડરની વિગતો જોવા મળી શકે છે.
ઈન્કમટેક્સ નોટિસ કે ઓર્ડરની ખરાઈ કેમ કરવી?
- ત્યારબાદ પહેલા તમારે તમારો પાનકાર્ડ નંબર નાખવાનો રહેશે
- તમે પાન નંબર નાખશો અને આકારણી વર્ષ ટાઈપ કરશો કે પછી મોબાઈલ નંબર નાખશે તે તમને નોટિસ કે ઓર્ડર કઈ તારીખે ઈશ્યૂ કરવામાં આવેલો છે તે જોવા મળશે
- તમારી પાસે ડોક્યુમેન્ટનો નંબર હોય તો તમે ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખી શકો
- આમ કરવાથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ-ઓટીપી આવશે
- આ ઓટીપી નાખીને સબમિટ કરવો પડશે
- કોઈપણ નોટિસ નહિ આપવામાં આવી હોય તો આવકવેરાની વેબસાઈટ પર જોવા મળશે કે તમને કોઈપણ નોટિસ આપવામાં આવેલી નથી
- નોટિસ આપવામાં આવેલી હશે તો તે ઓનલાઈન જોવા મળી જ જશે.