Get The App

ઇન્કમ ટેક્સ પોર્ટલ ઠપ, આવતીકાલ સુધી તમામ સેવાઓ બંધ, જાણો કારણ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ઇન્કમ ટેક્સ પોર્ટલ ઠપ, આવતીકાલ સુધી તમામ સેવાઓ બંધ, જાણો કારણ 1 - image


Income Tax e-Filling Portal : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના કરોડો ટેક્સપેયર્સને માહિતી આપી છે કે, ત્રણ દિવસ સુધી ઇન્કમ ટેક્સ વિભાગની ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સર્વિસ નહીં મળી શકે. ત્રીજીથી પાંચમી ફેબ્રુઆરી વચ્ચે પોર્ટલને મેઈન્ટેનન્સના કારણે બંધ કરી દેવાયું છે. જેના કારણે ટેક્સપેયર્સ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ સર્વિસ ઉપલબ્ધ નહીં થાય.

ઇન્કમ ટેક્સ વિભાગે ટ્વિટ કરીને આપી માહિતી

પોતાના સત્તાવાર X હેન્ડલ પર અપડેટ કરતા ઇન્કમ ટેક્સ વિભાગે માહિતી આપી છે કે, મેઈન્ટેનન્સના કારણે ટેક્સપેયર્સ ઈ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ 3 ફેબ્રુઆરી 2024ના બપોરે 2 વાગ્યાથી પાંચમી ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી નહીં કરી શકે. તેવામાં ટેક્સપેયર્સ પોતાના કામનું પ્લાનિંગ એ હિસાબથી જ કરે.

આઈટીઆર ફોર્મ થઈ ગયા નોટિફાય

ઇન્કમ ટેક્સ વિભાગે આકલન વર્ષ 2024-25ના ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ 2, 3 અને 5ને સૂચિત કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 31 જાન્યુઆરી 2024 ના રોજ આ ફોર્મ્સની સૂચના જારી કરી છે. જ્યારે ITR ફોર્મ 1 અને 6 વિભાગ દ્વારા પહેલાથી જ સૂચિત કરાઈ ચૂક્યું છે.

પચાસ લાખ રૂપિયાથી ઓછી આવક વાળા વ્યક્તિઓ માટે આઈટીઆર ફોર્મ-1ને ડિસેમ્બર 2023માં સૂચિત કરાયું હતું. ત્યારે કંપનીઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આઈટીઆર ફોર્મ-6 સૂચિત કરાયું હતું. ધ્યાન આપવાની વાત એ છે કે CBDT દર વર્ષે નવું આઈટીઆર ફોર્મ જાહેર કરે છે. જેમાં ટેક્સપેયર્સને પોતાની ઇન્કમના સોર્સને લઈને ડિડક્શન સહિતના ટ્રાન્જેક્શન અંગે માહિતી આપવી પડશે.


Google NewsGoogle News