Get The App

આવકવેરા વિભાગની સ્પષ્ટતા, ટેક્સપેયર્સને મોકલેલી નોટિસને ગણાવી એડવાઈઝરી

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
આવકવેરા વિભાગની સ્પષ્ટતા, ટેક્સપેયર્સને મોકલેલી નોટિસને ગણાવી એડવાઈઝરી 1 - image


- આ કમ્યુનિકેશન ટેક્સપેયર્સને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધા છે: ઈન્કમ ટેક્સ વિભાગ

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર

ઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ ટેક્સપેયર્સને કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક માહિતી મોકલી હતી. જે અંગે ઈન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી છે. ટેક્સ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તે ટેક્સપેયર્સને મોકલવામાં આવેલી કોઈ નોટિસ નથી પરંતુ એક એડવાઈઝરી છે.  જેને એ મામલે મોકલવામાં આવી છે જેમાં ટેક્સપેયર્સ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા ખુલાસા અને રિપોર્ટિંગ યુનિટ તરફથી ઉપલબ્ધ કરાવેલી જાણકારી સાથે મેળ નથી ખાતી.

ઈન્કમ ટેક્સ વિભાગે ટેક્સપેયર્સને કહ્યું કે, આ કમ્યુનિકેશન ટેક્સપેયર્સને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધા છે. ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની જે માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ પાસે ઉપલબ્ધ છે તેનાથી તેમને માહિતગાર કરાવવામાં આવી રહ્યા છે જે રિપોર્ટિંગ યુનિટના નાણાકીય વર્ષ દરમિયાન આ ટ્રાન્જેક્શન સાથે સબંધિત વિગતો ટેક્સ વિભાગને ઉપલબ્ધ કરાવી છે. 

ટેક્સ વિભાગે કહ્યું કે, આ કમ્યુનિકેશનનો હેતુ ટેક્સપેયર્સને એક તક પૂરી પાડવાનો અને તેમને એ સુવિધા આપે છે કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અનુપાલન પોર્ટલ પર તેમના ઓનલાઈન ફિડબેક આપી શકે. અને જો જરૂરી હોય તો પહેલાથી જ દાખલ કરવામાં આવેલા પોતાના ઈન્કમ ટેક્સ રિટર્નમાં સુધારો કરીને ફરીથી રિવાઈઝ્ડ રિટર્ન દાખલ કરે. અને જો હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં નથી આવ્યું તો તાત્કાલિક ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવું.



Google NewsGoogle News