Get The App

કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
Income Tax Audit Report


Income Tax Audit Report Filling Deadline: ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઇટીઆરની વેબસાઇટ પર ફાઇલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત લંબાવી 7 ઑક્ટોબર કરી છે. જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી.

સીબીડીટીએ નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતું કે, આકારણી વર્ષ 2024-25ના વર્ષ દરમિયાન ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે. કરદાતાઓ તેમને મળેલા વધારાના સાત દિવસનો લાભ લઈને ઑડિટ રિપોર્ટ ફાઇલ કરી દેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.



ડેડલાઇનમાં એક્સટેન્શન મળતાં કરદાતાઓ કુલ આવકના 1.5 લાખ કે 0.5 ટકાની પેનલ્ટી ભરવાથી બચી શકશે. 

આ પણ વાંચોઃ શેરબજાર અસ્થિર બન્યાં, ઉછાળા સાથે ખૂલ્યા બાદ નેગેટિવ ઝોનમાં ટ્રેડેડ, માર્કેટ કેપ 4 લાખ કરોડ ઘટી

આ લોકોને થશે ફાયદો

વ્યક્તિગત કરદાતાઓ, કંપનીઓ અને અન્ય તમામ કરદાતાઓ કે જેમણે તેમના રિટર્ન પર ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાનો છે, તે તમામને મુદત વધારાનો લાભ થશે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર રિટર્ન અને ઑડિટ રિપોર્ટ ફાઇલિંગમાં અડચણો નડતાં કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ અનેક ફરિયાદો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસે મુદતમાં વધારો કરી આપ્યો છે. આઇટીઆર વેબસાઇટ પર ટેક્નિકલ ખામી અને વધુ પડતાં ફાઇલિંગના કારણે લોડ વધી ગયો હતો. ખાસ કરીને ફોર્મ 10B/10BB અને અન્ય ફોર્મ ફાઇલિંગમાં અડચણો આવી રહી હતી. જેની ડેડલાઇન 7 નવેમ્બર, 2024 સુધી લંબાવવા માગ કરાઈ હતી. 

કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ 2 - image


Google NewsGoogle News