શેરોમાં લોકલ ફંડોના સપોર્ટે સેન્સેક્સ 480 પોઈન્ટના આંચકાને પચાવી અંતે 57 પોઈન્ટ ઘટીને 79649

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
શેરોમાં લોકલ ફંડોના સપોર્ટે સેન્સેક્સ 480 પોઈન્ટના આંચકાને પચાવી અંતે 57 પોઈન્ટ ઘટીને 79649 1 - image


- હિન્ડેનબર્ગના આક્ષેપોની બજાર પર અસર ક્ષણજીવી નીવડી : વિદેશી ફંડોની વેચવાલી સામે...

- નિફટી આરંભિક 155 પોઈન્ટના ઘટાડા બાદ અંતે 21 પોઈન્ટ ઘટયો : આઈટી, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : FPIs/FIIની રૂ.4680 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર અને રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ દ્વારા સેબી ચેરપરસન અને અદાણી ગુ્રપ પર કરવામાં આવેલા આક્ષેપોના અહેવાલોની બજાર પર અસર આજે ક્ષણજીવી નીવડી હતી. મેલીમુરાદ્દવાળાઓની મુરાદ્દ સફળ રહી નહોતી. ઈન્વેસ્ટરો પાસેથી સારા શેરો જાણે કે પડાવી લેવા હોય અને ટ્રેડરોને શોર્ટ સેલિંગ કરાવી ટ્રેપમાં લેવા  હોય એમ આજે બજારમાં મોટો કડાકો બોલાવવાનો કેટલાક ફંડો, ગુ્રપની મનસા પૂરી થઈ નહોતી અને બજારે આરંભિક આંચકા પચાવી પોઝિટીવ ઝોનમાં આવી ગયા બાદ વોલેટીલિટીના અંતે સાધારણ ઘટાડો બતાવ્યો હતો. એનટીપીસી, રિલાયન્સ, અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ કોર્પ, સ્ટેટ બેંક, ટીસીએસ, લાર્સન સહિતમાં આરંભિક વેચવાલીએ સેન્સેક્સ ૪૭૯.૭૮ પોઈન્ટ ઘટીને નીચામાં ૭૯૨૨૬.૧૩ સુધી આવી ઘટાડે એક્સિસ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, મારૂતી સહિતમાં ખરીદી થતાં ઘટાડો પચાવી ઉપરમાં ૮૦૧૦૬.૧૮ સુધી જઈ અંતે ૫૬.૯૯ પોઈન્ટ વધીને ૭૯૬૪૮.૯૨ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આરંભમાં ૧૫૫.૪૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૨૪૨૧૨.૧૦ સુધી આવ્યા બાદ રિકવર થઈ ઉપરમાં ૨૪૪૭૨.૮૦ સુધી જઈ અંતે ૨૦.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪૨૪૭ બંધ રહ્યો હતો.

હિન્ડેનબર્ગના આક્ષેપોએ આરંભિક આંચકા બાદ અદાણી ગુ્રપ શેરોમાં ઘટાડે શોર્ટ કવરિંગે રિકવરી

હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગુ્રપ અને સેબી ચેરપરસન પર આક્ષેપોના અહેવાલો વચ્ચે આજે અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આરંભમાં વેચવાલી બાદ કવરિંગ થતું જોવાયું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ નીચામાં રૂ.૩૦૧૩.૫૦ સુધી આવી અંતે રૂ.૩૪.૮૦ ઘટીને રૂ.૩૧૫૨, અદાણી પોર્ટસ નીચામાં રૂ.૧૪૫૭.૩૫ સુધી આવી અંતે રૂ.૩૧ ઘટીને રૂ.૧૫૦૨.૩૦, અદાણી પાવર નીચામાં રૂ.૬૧૯ સુધી આવી અંતે રૂ.૪.૫૫ ઘટીને રૂ.૬૯૦.૫૫, અદાણી એનજીૅ સોલ્યુશન નીચામાં રૂ.૯૧૫.૭૦ સુધી આવી અંતે રૂ.૪૦.૯૦ ઘટીને રૂ.૧૦૬૩.૨૦, અદાણી ગ્રીન એનજીૅ નીચામાં રૂ.૧૬૫૬.૦૫ સુધી આવી અંતે રૂ.૩.૯૦ વધીને રૂ.૧૭૮૪, અદાણી ટોટલ ગેસ નીચામાં રૂ.૭૫૩ સુધી આવી અંતે રૂ.૩૩.૭૫ ઘટીને રૂ.૮૩૫.૭૦, અદાણી વિલમર નીચામાં રૂ.૩૬૦ સુધી આવી અંતે રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૩૬૯.૦૫ રહ્યા હતા.જ્યારે અંબુજા સિમેન્ટ નીચામાં રૂ.૬૧૬.૨૦ સુધી આવી અંતે રૂ.૩.૫૦ વધીને રૂ.૬૩૫.૭૫, એસીસી નીચામાં રૂ.૨૨૯૩.૮૦ સુધી આવી અંતે રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૨૩૨૮.૧૦ રહ્યા હતા.

એક્સિસ બેંક, એચડીએફસી બેંકમાં ફંડો લેવાલ : ટુરિઝમ ફાઈનાન્સ, આવાસ, ઈસાફ સ્મોલ બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં રિકવરી જોવાઈ હતી. યશ બેંક ૪૮ પૈસા વધીને રૂ.૨૪.૪૧, એક્સિસ બેંક રૂ.૨૦.૫૫ વધીને રૂ.૧૧૬૪.૨૦, ફેડરલ બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૨૦૦.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૫૫ વધીને રૂ.૧૬૬૧.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૬.૩૦ વધીને રૂ.૧૭૭૫.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૩.૫૭ પોઈન્ટ વધીને ૫૭૬૫૨.૨૫ બંધ રહ્યો હતો. આ સાથે ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન રૂ.૨૨.૬૫ ઉછળી રૂ.૧૯૦.૯૦, આવાસ ફાઈનાન્શિયર રૂ.૭૯.૮૫ વધીને રૂ.૧૭૨૫, રાણે હોલ્ડિંગ્સ રૂ.૬૯.૬૫ વધીને રૂ.૧૭૦૪, ઈસાફ એસએફબી રૂ.૧.૯૧ વધીને રૂ.૫૧.૮૦, હુડકો રૂ.૭.૯૦ વધીને રૂ.૩૦૦.૨૦ રહ્યા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૮૧૩ રહ્યો હતો.

આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ : નેલ્કો રૂ.૪૪ ઉછળી રૂ.૯૦૨ : ડાટામેટિક્સ, ઓરેકલ, ઈન્ફોસીસમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગ કર્યું હતું. નેલ્કો રૂ.૪૩.૬૫ ઉછળી રૂ.૯૦૧.૬૦, ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૨૩.૧૦ વધીને રૂ.૫૭૯.૯૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૨.૨૫ વધીને રૂ.૫૬૧.૫૦, નેટવેબ રૂ.૯૪.૫૦ વધીને રૂ.૨૩૮૩.૫૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૮.૫૫ વધીને રૂ.૧૮૦૩.૫૦, માસ્ટેક રૂ.૭૧.૪૫ વધીને રૂ.૨૮૦૨, ક્વિક હિલ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૫૯૫.૩૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૬૯૬.૯૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬૧.૬૦ વધીને રૂ.૧૦,૭૩૪.૭૦, ઈન્ફોસીસ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૧૭૯૭.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૩.૫૪ પોઈન્ટ વધીને ૩૯૯૯૧.૧૨ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ૪૨,૦૦૦ કર્મચારીઓને છુટ્ટા કર્યાના અહેવાલે ઘટયો : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોએ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ રિટેલ બિઝનેસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી હોવાની અને પાછલા વર્ષમાં ૪૨,૦૦૦ જેટલા કર્મચારી છુટ્ટા કર્યાના અહેવાલો વચ્ચે શેર રૂ.૨૬.૮૦ ઘટીને રૂ.૨૯૨૧.૫૦, અદાણી ટોટલ ગેસ રૂ.૩૩.૭૫ ઘટીને રૂ.૮૩૫.૭૦ રહ્યા હતા. જ્યારે ઓઈલ ઈન્ડિયા રૂ.૨૪.૧૫ વધીને રૂ.૬૬૮.૧૦, ઓએનજીસી રૂ.૮.૭૦ વધીને રૂ.૩૪૧.૩૦, ગેઈલ રૂ.૪.૭૫ વધીને રૂ.૨૩૨.૦૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૪.૮૦ વધીને રૂ.૫૪૧.૬૦ રહ્યા હતા.

રેલ વિકાસ નિગમ રૂ.૫૭ વધીને રૂ.૫૭૫ : ટીટાગ્રહ, વેલકોર્પ, પ્રાજ ઈન્ડ, સુઝલોન, મઝગાંવમાં તેજી

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. રેલ વિકાસ નિગમ રૂ.૫૭.૦૫ વધીને રૂ.૫૭૫.૨૦, ટીટીગ્રહ રૂ.૯૮.૬૦ વધીને રૂ.૧૪૪૮.૬૦, વેલકોર્પ રૂ.૩૯.૨૫ વધીને રૂ.૬૯૫.૬૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૭૦૫.૮૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૦૯.૫૫ વધીને રૂ.૪૮૧૬.૦૫, મઝગાંવ ડોક રૂ.૪૨.૫૦ વધીને રૂ.૪૯૫૯.૭૫ રહ્યા હતા. 

વોલ્ટાસ રૂ.૧૫૨ ઉછળી રૂ.૧૫૮૨ : એમએસસીઆઈ ઈન્ડેક્સમાં સમાવેશના અહેવાલે ડિક્સનમાં આકર્ષણ

એમએસસીઆઈ ઈન્ડેક્સની થનારી ઓગસ્ટ સમીક્ષામાં વોડાફોન, ડિક્સન ટેકનોલોજી, રેલ વિકાસ નિગમ સહિતનો સમાવેશ થવાની શકયતાએ આજે આ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૨૩.૩૫ વધીને રૂ.૧૧,૭૪૪.૯૫, વોડાફોન આઈડીયા ઘટીને રૂ.૧૬.૦૧ રહ્યા હતા. જ્યારે વોલ્ટાસ રૂ.૧૫૧.૮૫ ઉછળીને રૂ.૧૫૮૨.૧૦ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં સાવચેતીમાં માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૨૬ નેગેટીવ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું, પરંતુ ઘણા રોકડાના શેરોમાં સાવચેતીમાં નફારૂપી વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૬ અને વધનારની સંખ્યા ૧૯૪૧ રહી હતી.

FPIs/FIIની રૂ.૪૬૮૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૪૭૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૪૬૮૦.૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૩,૮૪૬.૧૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૫૨૬.૬૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૪૭૭.૭૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૭૦૧.૯૫  કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૨૨૪.૨૨ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. નજીવું રૂ.૩૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૯.૮૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક સાવચેતીમાં આંચકા બાદ રિકવરી સાથે ફંડો લેવાલ બનતાં ઘટાડો મર્યાદિત બન્યો હતો. જેથી રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે સાધારણ રૂ.૩૯ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૯.૮૨  લાખ કરોડ રહ્યું હતું.


Google NewsGoogle News