Get The App

ભારત અંગે IMF-વર્લ્ડ બેન્ક બાદ હવે મૂડીઝે આપી ગૂડ ન્યૂઝ, GDP ગ્રોથમાં દેખાશે હરણફાળ

Updated: Sep 25th, 2024


Google News
Google News
India Economy

Image: IANS


India GDP Growth Outlook By Moody's:  વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. દેશના જીડીપી ગ્રોથની વેગવાન ગતિ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક સહિતની તમામ ગ્લોબલ એજન્સીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વધુ એક રેટિંગ એજન્સીએ પણ સકારાત્મક અંદાજ આપ્યો છે.

જીડીપી ગ્રોથ અંદાજ વધાર્યો

મૂડીઝે કેલેન્ડર વર્ષ 2024માં ભારતનો જીડીપી ગ્રોથ 7.1 ટકાના દરે વધવાનો અંદાજ આપ્યો છે. અગાઉ મૂડીઝે 6.8 ટકાનો અંદાજ આપ્યો હતો. એશિયા-પેસિફિક આઉટલૂકમાં ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સીએ 2024-25 માટે જીડીપી ગ્રોથ અંદાજ 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. જ્યારે 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચોઃ ભાદરવામાં અષાઢી માહોલ જામશે: અમદાવાદમાં 37.6 ડિગ્રી ગરમી, 3 દિવસ ભારે વરસાદની આગાહી

મોંઘવારી વિશે શું કહ્યું?

મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટમાં દેશના ફુગાવોનો ઉલ્લેખ થયો છે. જેમાં મોંઘવારી અંદાજ અગાઉ 5 ટકા નિર્ધારિત કર્યો હતો. જે ઘટાડી 4.7 ટકા કર્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી આરબીઆઈના નિર્ધારિત 4 ટકાના દરથી ઓછી રહેશે. જ્યારે 2025-26માં ફુગાવો 4.5 ટકા અને 4.1 ટકાની રેન્જમાં રહેવાની સંભાવના છે.

વર્લ્ડ બેન્ક અને IMF એ વિશ્વાસ દર્શાવ્યો

વર્લ્ડ બેન્ક, આઈએમએફ, હવે મૂડીઝ સહિત મોટાભાગની ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. વર્લ્ડ બેન્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ, રિયલ એસ્ટેટમાં સ્થાનિક રોકાણમાં વધારો અને ચોમાસું સારૂ રહેતાં નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી ગ્રોથ અંદાજ 6.6 ટકાથી વધારી 7 ટકા કર્યો હતો. આઈએમએફએ જીડીપી ગ્રોથ અંદાજમાં 20 બેઝિસ પોઈન્ટનો સુધારો કરતાં 7 ટકા કર્યો છે. એસએન્ડપી ગ્લોબલે પણ જીડીપી ગ્રોથ અંદાજ 7 ટકા રહેવાનો આશાવાદ દર્શાવતાં ઓક્ટોબરમાં વ્યાજના દરો ઘટવાની શક્યતા કહી છે.

ભારત અંગે IMF-વર્લ્ડ બેન્ક બાદ હવે મૂડીઝે આપી ગૂડ ન્યૂઝ, GDP ગ્રોથમાં દેખાશે હરણફાળ 2 - image

Tags :
Moodys-GDP-Growth-outlookIndia-GDPIndian-EconomyIndia-GDP-Growth-outlookIMFWorld-Bank

Google News
Google News