Get The App

સ્પાઈસજેટની ઉડાન કપરી બનશે : IDFC, ઈન્ડિયન બેંક, યસ બેંકે લોન હાઈ-રિસ્ક પર મુકી

Updated: Aug 8th, 2022


Google NewsGoogle News
સ્પાઈસજેટની ઉડાન કપરી બનશે : IDFC,  ઈન્ડિયન બેંક, યસ બેંકે લોન હાઈ-રિસ્ક પર મુકી 1 - image

અમદાવાદ,તા.08 ઓગષ્ટ 2022,સોમવાર

ટેક્નિકલ અને અન્ય કારણોસર ફ્લાઈટમાં પડી રહેલ તકલીફ બાદ રેગ્યુલેટર ડીજીસીએએ સિઝન સમયે જ સ્પાઈસજેટ પર 50% કાર્યક્ષમતા સાથે ઉડાન ભરવાનો પ્રતિબંધ લાદ્યો જ છે ત્યાં હવે સ્પાઈસજેટ માટે આગમી સમય વધુ કપરા ચઢાણ લઈને આવી રહ્યો છે.

ખાનગી ધિરાણકર્તા IDFC ફર્સ્ટ બેંક અને યસ બેંક અને સરકારી માલિકીની ઇન્ડિયન બેંકે સ્પાઇસજેટ લિમિટેડની લોનને ઉચ્ચ જોખમ ધરાવતી લોનની શ્રેણીમાં મૂકી છે.

રિપોર્ટ અનુસાર લેણદારો સ્પાઇસજેટના રોકડ પ્રવાહ(કેશ ફ્લો) અંગે ચિંતિત છે અને હવે બેંકો જામીનગીરી સાથે સશરતી ધિરાણ માટે જ આગળ વધવા ચર્ચા કરી રહી છે. ઈન્ડિયન બજેટ કેરિયર હાલ કેટલાક એરક્રાફ્ટ ભાડે આપનારને સમયસર ચૂકવણી પણ નથી કરી શક્યું તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ.

જોકે સામે પક્ષે આ અહેવાલ પર સ્પાઈસજેટે સ્પષ્ટતા આપતા કહ્યું કે કોઈપણ બેંકે તેના લોન એકાઉન્ટને હાઈ એલર્ટ પર રાખ્યું નથી.

"સંમત શરતો અનુસાર લોન આપવામાં આવી રહી છે. અમારા લોન એકાઉન્ટ ઉપર કોઈ પણ બેંકને કોઈ 'ચિંતા' હોવાનું જાણવા નથી મળ્યું કે ના કોઈ બેંકે અમને આ સંદર્ભે કોઈ વાતચીત કરી છે." તેમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.


Google NewsGoogle News