Get The App

નોકરી બદલ્યા બાદ ઈપીએફ એકાઉન્ટનું આ કામ કરવાનું ભૂલશો નહીં, નહિ તો થશે મોટું નુકસાન

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
EPFO


EPFO Fund Transfer: નોકરી બદલ્યા બાદ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ બેલેન્સને જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી પીએફ બેલેન્સ ટ્રાન્સફર ન કર્યું તો તમારું ઈપીએફ એકાઉન્ટ ડોરમેટ થઈ જાય છે. અર્થાત્ એક્ટિવ રહેતું નથી અને થોડા સમય બાદ તેના પર વ્યાજ મળવાનું પણ બંધ થઈ જાય છે. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે નોકરી બદલતાંની સાથે જ ઝડપથી ઈપીએફ બેલેન્સ નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવું જોઈએ.

પીએફ ટ્રાન્સફર કરવા આ બાબત જરૂરી

ઈપીએફઓ અનુસાર, ઈપીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે એમ્પ્લોયર(કંપની)એ નોકરી છોડ્યાની અંતિમ તારીખ (ડેટ ઑફ એક્ઝિટ) લખવી અનિવાર્ય છે. તેના વિના પીએફ ટ્રાન્સફર થઈ શકશે નહીં. 

ઈપીએફઓના નિયમ

ઓનલાઇન ટ્રાન્સફર માટે તમારા એકાઉન્ટમાં નોકરીની અંતિમ તારીખ નોકરી બદલ્યાના બે મહિના બાદ જ અપડેટ થઈ શકે છે. આ પ્રક્રિયા તમારી જૂની કંપનીએ કરવાની હોય છે. જેમાં કેવાયસી થયેલું જરૂરી છે. તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર સાથે વેરિફાય થયેલો હોવો જોઈએ.

આ પણ વાંચોઃ વિદેશી રોકાણ મામલે ભારત લોકપ્રિય દેશ બન્યો, છેલ્લા એક દાયકામાં FDIમાં 119 ટકાનો વધારો

જાતે અપડેટ શક્ય

કર્મચારીઓ પોતે EPFOની સાઇટ પર જૂની નોકરી છોડ્યાની અંતિમ તારીખ અપડેટ કરી શકે છે. જો તમારા જૂના એમ્પ્લોયર કે કંપની 'ડેટ ઑફ એક્ઝિટ' અપડેટ નથી કરતી, તો કર્મચારીઓ ઓનલાઇન પોર્ટલ પર જઈને જાતે અપડેટ કરી શકે છે.

'ડેટ ઑફ એક્ઝિટ' આ રીતે કરો અપડેટ

1. EPFO યુનિફાઇડ પોર્ટલ પર જાઓ અને UAN અને પાસવર્ડથી લોગઇન કરો.

2. મેનેજ ટેબ પર ક્લિક કરો અને માર્ક એક્ઝિટ વિકલ્પ પસંદ કરો.

3. ડ્રોપડાઉનમાંથી જૂનો પીએફ એકાઉન્ટ નંબર પસંદ કરો.

4. ડેટ ઑફ એક્ઝિટ વિકલ્પ પર અંતિમ તારીખ નાખો. આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને સબમિટ કરો. મહેરબાની કરીને નોંધ કરો કે એકવાર 'ડેટ ઑફ એક્ઝિટ' અપડેટ થઈ જાય, બાદમાં તે બદલી શકાતી નથી.

EPF ટ્રાન્સફર થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?

  • EPFO મુજબ, તમે પાસબુકમાં જોઈને તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલાં ઈપીએફઓ પોર્ટલ પર યુએએન અને પાસવર્ડ નાખી લોગઇન કરો.
  • વ્યુ મેનુ પર જાઓ અને પાસબુક વિકલ્પ પસંદ કરો.
  • તમારા UAN અને પાસવર્ડથી ફરી લોગઇન કરો.
  • તમામ MID(સભ્ય ID)ની પાસબુક જુઓ.
  • જો બેલેન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, તો તે નવી કંપનીના પીએફ ખાતામાં ક્રેડિટ એન્ટ્રી તરીકે દર્શાવવામાં આવશે. જો બેલેન્સ ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી, તો બેલેન્સ જૂની કંપનીના પીએફ એકાઉન્ટમાં દેખાશે.

પીએફ બેલેન્સ ટ્રાન્સફર કરવું જરૂરી

તમારું બેલેન્સ જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે. જેનાથી તમારા પીએફની મૂળ રકમ વધશે. સમયસર વ્યાજ મેળવવાના હકદાર બનશો. ઉપરાંત ભવિષ્યમાં કોઈ સમસ્યા નડશે નહીં.


નોકરી બદલ્યા બાદ ઈપીએફ એકાઉન્ટનું આ કામ કરવાનું ભૂલશો નહીં, નહિ તો થશે મોટું નુકસાન 2 - image


Google NewsGoogle News