વિદેશ પ્રવાસ કરવા માંગો છો પણ બજેટ નથી, તો આ રીતે આયોજન કરીને સપનું કરો સાકાર
Image: FreePik |
How to Plan Foreign Trip: મોટાભાગના લોકોનું સપનું હોય છે કે, તેઓ વિદેશ પ્રવાસ કરે. પરંતુ પરિવારની જવાબદારી, ખર્ચાઓના કારણે પોતાનું આ સપનું સાકાર કરી શકતા નથી. હવે તો ફરવા માટે ટુરિઝમ લોન પણ મળી રહી છે, પરંતુ દેવાંના બોજા સાથે ફરવું કેટલી હદે વાજબી છે. અહીં અમે તમને દેવું નહીં પરંતુ પોતાના જ ફંડ દ્વારા વિદેશ પ્રવાસને શક્ય બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પૂરા કરવાની સાથે આર્થિક બોજા વિના વિદેશ ફરી શકશો.
વિદેશ પ્રવાસ માટે આ રીતે પૈસાની જોગવાઈ કરો
વિદેશ પ્રવાસ મોંઘો હોય છે. જેથી તેના માટે ગંભીરતાપૂર્વક વિચારવાની અને પ્લાનિંગ કરવાની જરૂર છે. તમે વિદેશ પ્રવાસ માટે લોન લેવાના બદલે શોર્ટ ટર્મ નાણાકીય લક્ષ્ય તરીકે રોકાણ કરી શકો છો. જેના માટે મની મેનેજમેન્ટ અને બચત કરેલા નાણાંનું ટૂંકા ગાળાના ફંડ્સમાં રોકાણ કરી શકો છો.
ખર્ચનો અંદાજ લગાવી આ રોકાણ રીત અપનાવો
સૌ પ્રથમ તો વિદેશ પ્રવાસ માટે થતાં ટ્રાવેલ, હોટલ, ફૂડ, આકસ્મિક ખર્ચાઓ, ખરીદી અને કરન્સીમાં ફેરફાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં લો. તેમાં થતા ખર્ચનો એક અંદાજ લગાવો. અને તેના આધારે રોકાણ ફાળવો. તમારી આવકમાંથી નિશ્ચિત રકમનો હિસ્સો તમે 12થી 18 મહિના સુધી રોકાણ કરો. જેના માટે તમે રિકરિંગ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કરાવી શકો છો. વધુમાં તમને મળતા ટેક્સ રિફંડ, વાર્ષિક બોનસ, અને નફાના અમુક હિસ્સાને આ ફંડમાં જોડી શકો છો.
આ પણ વાંચોઃ પીપીએફમાં આ રીતે રોકાણ કરશો તો નિવૃત્તિ સમયે બની જશો કરોડપતિ
વિદેશ પ્રવાસ માટે આ રીતે ફંડ તૈયાર કરો
તમે ક્યારે વિદેશ ફરવા જવા માગો છો, તેનો અંદાજ લગાવો. જે સમય મર્યાદા અનુસાર રોકાણ હિસ્સો ફાળવો. સામાન્ય રીતે તમારી આવકનો 5થી 10 ટકા હિસ્સો તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ફાળવી શકો છો. શોર્ટ ટર્મ ફંડ્સની પસંદગી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે, ફંડની પસંદગી અને લક્ષ્યો અનુસાર રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
રોકાણ પર લોન લઈ શકો છો
વિદેશ પ્રવાસ માટે તમે ટ્રાવેલિંગ લોનના બદલે તમારા રોકાણ પર જ લોન લઈ શકો છો. જે ટ્રાવેલિંગની તુલનાએ ઓછી ખર્ચાળ હોય છે. ઘણી બેન્કો અને એનબીએફસી આ પ્રકારની લોન આપતી હોય છે. જેમાં તમે ફંડ પણ જાળવી શકો છો અને લોન પણ ચૂકવી શકો છો. પરંતુ આ વિકલ્પ ખર્ચાળ છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.