તહેવારો પર વેચાઈ રહ્યું છે 'નકલી અમુલ ઘી', ખુદ કંપનીએ કર્યો પર્દાફાશ, આવી રીતે કરો અસલીની ઓળખ
અમુલે નકલી ઘી વેચનારાઓ વિરૂદ્ધ ચેતવણી જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે કેટલાક લોકો નકલી અમુલ ઘી વેચી રહ્યા છે. ખાસ કરીને એવા એક લીટર વાળા રીફિલ પેકમાં, જે અમુલ ત્રણ વર્ષથી નથી બનાવી રહ્યું. અમુલે લોકોને કહ્યું છે કે તેઓ ઘી ખરીદવા જતા પહેલા પેકેટની તપાસ જરૂર કરી લે. તેમણે એ પણ જણાવ્યું છે કે અસલી અને નકલી અમુલ ઘીની ઓળખ કેવી રીતે કરી શકાય છે.
ડેરી બ્રાન્ડ અમુલને મળી આવ્યું કે કેટલાક લોકો નકલી ઘી વેચી રહ્યા છે. એવી ખાસ કરીને એક લીટર વાળા રીફિલ પેકમાં મળી આવે છે. અમુલે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ આ પેક નથી બનાવી રહ્યા.
અસલી અને નકલીની ઓળખ શું?
અમુલે એક નિવેદનમાં કહ્યું કે, અમુલના નકલી ઉત્પાદનોથી બચવા માટે ડુપ્લીકેશન પ્રૂફ કાર્ટન પેકની શરૂઆત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, આ નવા પેકેટ અમુલના ISO-પ્રમાણિત ડેરીઓમાં એસેપ્ટિક ફિલિંગ ટેકનિકથી બનાવવામાં આવે છે. આ ટેકનિક સારી ક્વોલિટી સ્ટાન્ડર્ડ નક્કી કરે છે.
કંપનીએ ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ ઘી ખરીદતા પહેલા પેકેજની તપાસ જરૂર કરે. એવું એટલા માટે જેથી એ નક્કી કરી શકાય કે તેઓ અસલી પ્રોડક્ટ જ ખરીદી રહ્યા છો. અમુલે ગ્રાહકોને કોઈપણ સવાલ કે ફરિયાદ માટે 1800 258 3333 પર કોલ કરવા પણ કહ્યું છે.
આ પણ વાંચો : અનેક રાજ્યોમાં નકલી દવા સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ, બે રાજ્યોમાંથી પકડાયા આરોપીઓ
ગત મહિને લાડુ વિવાદમાં આવ્યું હતું નામ
ગત મહિને અમુલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ક્યારેય પણ ઘીની સપ્લાય નથી કરી. સોશિયલ મીડિયા પર આ અફવા ફેલાવવામાં આવી રહી હતી કે તિરૂપતિ લાડુ બનાવવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઘી અમુલ કંપની આપે છે.
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે મંદિર અમુલ ઘીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ અમુલે સ્પષ્ટતા કરી હતી. અમુલે કહ્યું હતું કે, આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમને અમુલ ઘી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. અમે એ જણાવવા માગીએ છીએ કે અમે તિરૂપતિ મંદિરને ક્યારેય પણ અમુલ ઘીની સપ્લાય નથી કરી.