LICની ઈન્શ્યૉરન્સ પોલિસી પર પણ લઇ શકાય છે લોન, સ્ટેપ બાય સ્ટેપ જાણો પ્રોસેસ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
LICની ઈન્શ્યૉરન્સ પોલિસી પર પણ લઇ શકાય છે લોન, સ્ટેપ બાય સ્ટેપ જાણો પ્રોસેસ 1 - image


How To Get Loan on Your LIC Policy: દેશની જાણીતી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના કરોડો પોલિસીધારકો છે. જે તેના ગ્રાહકોને અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે. જીવનમાં ઘણી વખત લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે, આવા કટોકટીના સમયમાં તમે તમારી LIC પોલિસી સામે સરળતાથી લોન લઈ શકો છો. તમને તમારી LIC પોલિસીના સરેન્ડર વેલ્યુ પર પર્સનલ લોન પણ મળી શકે છે.

પોલિસી મોર્ગેજ કરીને મળી શકે છે લોન

તમારી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીનો ઉપયોગ આ લોન માટે કોલેટરલ તરીકે થાય છે. જેમ તમે તમારું ઘર અથવા સોનાના દાગીના મોર્ગેજ કરીને લોન લો છો, તેવી જ રીતે અહીં તમારી પોલિસી ગીરો છે. જરૂરિયાતના સમયે તમારી LIC પોલિસી સામે લોન લેવી એ સરળ નાણાકીય ઉકેલ સાબિત થઈ શકે છે. આ લોન માટે અરજી કરતા પહેલા, તમારે એલિજીબીલિટી  ક્રાઈટએરિયા, ડોક્યુમેન્ટેશન અને રિપેમેન્ટ જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણવું જોઈએ. 

LIC પોલિસી પર લોન લેતા પહેલા આ બાબતો ચકાસવી 

પોલિસી એલિજીબીલિટી 

તમારી LIC પોલિસી લોન લેવા માટે લાયક છે કે નહીં તે બાબતની ખાતરી કરવી જરૂરી છે. તેથી, પુષ્ટિ કરવા માટે, તમારા પોલિસી દસ્તાવેજને તપાસો અથવા સીધો LIC નો સંપર્ક કરો.

લોનની રકમ

તમારી LIC પોલિસી પર લોનની મહત્તમ રકમ જાણો. આ રકમ સામાન્ય રીતે પોલિસીની સરેન્ડર વેલ્યુ અનુસાર નક્કી કરવામાં આવે છે, જે કુલ સરેન્ડર વેલ્યુના 90 ટકા સુધી હોઈ શકે છે. પરંતુ નોંધ લો કે પોલિસી પર ઓછામાં ઓછા 3 વર્ષ માટે પ્રીમિયમ જમા કરાવવું જરૂરી છે, નહીં તો તમને લોન નહીં મળે.

લોન એપ્લીકેશન 

લોન એપ્લીકેશન ફોર્મ મેળવવા માટે, તમારી નજીકની LIC શાખાનો સંપર્ક કરવો અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી અને ઓનલાઇન ફોર્મ ભરવું જોઈએ. ફોર્મ યોગ્ય રીતે ભરો અને તેમાં પૂછવામાં આવેલી તમામ જરૂરી વિગતો આપવી જરૂરી છે.

ડોક્યુમેન્ટેશન 

લોન અરજી માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરો. આમાં તમારો પોલિસી દસ્તાવેજ, ઓળખનો પુરાવો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે), સરનામાનો પુરાવો અને LIC દ્વારા પૂછવામાં આવેલા અન્ય દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.

લોન પ્રોસેસિંગ

LIC બ્રાન્ચ ઓફિસ અથવા ઓનલાઇન પોર્ટલ દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો સાથે લોન એપ્લિકેશન સબમિટ કરવાનું રહેશે. LIC પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને જો સાચા જણાશે તો તમારી લોન એપ્લીકેશન પર પ્રોસેસ કરશે. 

લોનની મંજૂરી

એકવાર તમારી લોનની અરજી પર પ્રક્રિયા થઈ જાય અને LIC તેને મંજૂર કરે, પછી લોનની રકમ આપવામાં આવશે. આ લોનની રકમ તમારી પોલિસીની સરેન્ડર વેલ્યુમાંથી બાદ કરવામાં આવશે અને લોનની રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે.

રિપેમેન્ટ

LIC નિયમો અને શરતો અનુસાર લાગુ વ્યાજ સાથે લોનની રકમ સમયસર ચૂકવવાની રહેશે. જો તમે સમયસર લોન અને વ્યાજની ચૂકવણી કરી શકતા નથી, તો પોલિસી લેપ્સ થઈ શકે છે અથવા તેના પર મળતા લાભો ઘટી શકે છે. તેથી, ખાસ ધ્યાન રાખો કે તમે સમયસર વ્યાજ સાથે લોનનું રિપેમેન્ટ કરો.

LICની ઈન્શ્યૉરન્સ પોલિસી પર પણ લઇ શકાય છે લોન, સ્ટેપ બાય સ્ટેપ જાણો પ્રોસેસ 2 - image


Google NewsGoogle News