E-PAN : પાનકાર્ડ ખોવાઈ જાય કે તૂટી જાય તો ડરશો નહીં, 10 મિનિટમાં આવી રીતે ફ્રીમાં કરો ડાઉનલોડ

બેંકમાં એકાઉન્ટ (Bank Account) ખોલાવાનું હોય અથવા કોઈ પ્રોપર્ટી ખરીદવાની હોય આવા તમામ ફાઈનાન્શિયલ (Financial) કામો માટે તમારી પાસે પાન કાર્ડ (PAN Card) હોવું જરુરી છે.

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
E-PAN : પાનકાર્ડ ખોવાઈ જાય કે તૂટી જાય તો ડરશો નહીં, 10 મિનિટમાં આવી રીતે ફ્રીમાં કરો ડાઉનલોડ 1 - image
Image Twitter

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર 

બેંકમાં એકાઉન્ટ (Bank Account) ખોલાવાનું હોય અથવા કોઈ પ્રોપર્ટી ખરીદવાની હોય આવા તમામ ફાઈનાન્શિયલ (Financial) કામો માટે તમારી પાસે પાન કાર્ડ (PAN Card) હોવું જરુરી છે. આધારકાર્ડ (Aadhar Card)ની જેમ તમારી પાસે પાન કાર્ડ હોવુ એક રીતે તમારી ઓળખનો પુરાવો છે. અને આવામાં જો આ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય અથવા તુટી જાય તો તેના માટે ગભરાવાની જરુર નથી કે તેના માટે કોઈ ઓફિસમાં ધક્કા ખાવાની જરુર નથી. તમે માત્ર  10 મિનિટમાં ઘરે બેઠા જ મેળવી શકો છો. તેની  પ્રોસેસ પણ ખૂબ સરળ છે અને તેના માટે તમારે તમારે એક પણ રુપિયાનો ખર્ચ કરવાની પણ જરુર નહી પડે.

ઓફલાઈન પ્રોસેસમાં લાગે છે લાંબો ટાઈમ

પાન કાર્ડ (PAN Card) ખોવાઈ જવુ કે ટુટી જવાના કિસ્સામાં જો ઈન્કમ ટેક્સ (Income Tax)વિભાગ દ્વારા ઈ-પાન બનાવવાની સુવિધા આપવામાં આવી છે. તેના માટે તમે માત્ર 10 મિનિટમાં આધાર કાર્ડની મદદથી ઈ-પાન તૈયાર કરી શકો છો. વાસ્તવમાં વિભાગ તરફથી પાન કાર્ડ બનાવવાની ઓફલાઈન પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી જાય છે. જેમા આ સુવિધાથી લોકોને રાહત મળી શકે છે. સામાન્ય રીતે ઓફલાઈન પાનકાર્ડ એપ્લાઈ કરવા માટે અરજી, વેરિફિકેશન સહિતની અન્ય પ્રોસેસમાં લગભગ બે અઠવાડિયાનો સમય નીકળી જાય છે. 

આ રીતે કામ કરે છે E-PAN સર્વિસ 

E-PAN સર્વિસ એક ડિઝિટલ સિગ્નેચર કાર્ડ હોય છે, જે આધાર કાર્ડ દ્વારા ઈ- કેવાયસી (Aadhaar E-KYC) જાણકારી માટે વેરિફિકેશન થયા પછી જારી કરવામાં આવે છે. તે મેળવવા માટે આધાર કાર્ડમાં આપવામાં આવેલી દરેક માહિતી જેમ કે નામ, જન્મ તારીખ, જેન્ડર વગેરે પ્રકારની માહિતી સાચી હોવી જોઈએ. ઈ-પાન અને આધાર કાર્ડની માહિતી એકબીજાને મેચ થવી જોઈએ, વેરિફિકેશન પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવે છે. જે નાખ્યા પછી આ પ્રોસેસ પુરી થાય છે. 

આ રીતે કરી શકાય છે ઈ-પાન કાર્ડ ડાઉનલોડ

તમારા દ્વારા ઈ-પાનની રિકવેસ્ટ નાખ્યા બાદ એક નંબર આવે છે તેને ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ ખૂબ સરળ છે. તમે તમારી યુજર આઈડી અને પાસવર્ડથી E-Filing Portal માં લોગ ઈન કરો. તે પછી ડેશબોર્ડ પર સર્વિસ ઈ-પાન જોવો / ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો. તેના પછી તમારી પાસે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ NEXT ઓપ્શન પર ક્લિક કરો. આમ કરતા જ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, જેને સબમીટ કરવાથી તમે તમારુ પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો. અને ત્યાર બાદ તમારી જરુરીયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News