શું તમે જાણો છો, ઈમરજન્સી દરમિયાન EPFOમાંથી ઉપાડ શક્ય છે, આ રીતે લાભ લઈ શકો છો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
શું તમે જાણો છો, ઈમરજન્સી દરમિયાન EPFOમાંથી ઉપાડ શક્ય છે, આ રીતે લાભ લઈ શકો છો 1 - image


EPFO: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં રિટાયરમેન્ટ માટે ફંડ એકત્ર કરવાની યોજના છે. જો કે, ઘણી વખત આર્થિક કટોકટી દરમિયાન તમે ઈપીએફઓમાં જમા ફંડનો ઉપયોગ કરી શકો છો. ઘરેબેઠા ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી જ ત્રણથી ચાર દિવસમાં ઉપાડની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

શું છે ઓટો મોડ સેટલમેન્ટ?

ઓટો મોડ સેટલમેન્ટ અંતર્ગત તમે ઈમરજન્સીમાં ઈપીએફમાંથી અમુક ચોક્કસ રકમ ઉપાડી શકો છો. જેમાં બિમારી, શિક્ષણ, લગ્ન, અને હાઉસિંગ સંબંધિત કારણોસર ઉપાડની સુવિધા મળે છે. સબ્સ્ક્રાઈબર ઉપરોક્ત કારણોમાંથી કોઈ પણ સ્થિતિમાં પોતાના એકુન્ટમાંથી એડવાન્સ ઉપાડી શકે છે. આ સુવિધા એપ્રિલ, 2020થી શરૂ થઈ હતી. પરંતુ તે સમયે માત્ર બિમારીમાં જ ફંડ ઉપાડવાની સુવિધા મળતી હતી. 

ઈપીએફઓ એડવાન્સની રકમ મર્યાદા વધી

ઓટો સેટલમેન્ટ મોડમાં ઓનલાઈન એક ફોર્મ ભરી અરજી કરવાની રહે છે. જેમાં સબ્સક્રાઈબરના બેન્ક ખાતામાં અરજી કર્યાના ત્રણ-ચાર દિવસમાં જ રકમ જમા થઈ જાય છે. જો કે, ક્લેમ સેટલમેન્ટ માટે અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડે છે. જેમાં કેવાયસી, ક્લેમ રિક્વેસ્ટ માટે લાયકાત, બેન્ક ખાતાની વિગતો સામેલ છે. અગાઉ રૂ. 50000 સુધી ઉપાડ શક્ય હતો. હવે ઉપાડ મર્યાદા વધી રૂ. 1 લાખ થઈ છે. 

બિમારીની સ્થિતિમાં આ રીતે અરજી કરો

 જો કોઈ સબ્સક્રાઈબર બિમારીની સ્થિતિમાં સારવાર માટે ફંડમાંથી એડવાન્સ ઉપાડ ઈચ્છે તો, તેણે ઈપીએફઓના નિયમ 68 (જે) હેઠળ તેના એમ્પ્લોયર તથા ડોક્ટરના હસ્તાક્ષર સાથેનું સર્ટિફિકેટ રજૂ કરવુ પડે છે. જેમાં નવા અને જૂના બંને પીએફ એકાઉન્ટના સબ્સક્રાઈબરને લાભ મળે છે.

લગ્ન તથા ઉચ્ચ અભ્યાસ માટે એડવાન્સ

સબ્સક્રાઈબર જો લગ્ન કે ઉચ્ચ શિક્ષણ કરવા માટે એડવાન્સ લેવા માગતા હોવ તો તમે નિયમ  88 (કે) હેઠળ અરજી કરી શકે છે. તેના માટે તેનું પીએફ એકાઉન્ટ ઓછામાં ઓછું 7 વર્ષ જૂનુ હોવુ જોઈએ. ચાલુ નોકરીએ સબ્સક્રાઈબર ત્રણ વખત આ હેતુ માટે એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે.

ઘર ખરીદવા માટે ઉપાડ શક્ય

ઈપીએફઓ નિયમ 68 (બી) હેઠળ સબ્સક્રાઈબરને હાઉસિંગ એડવાન્સની સુવિધા આપવામાં આવી છે. જેથી નવુ ઘર ખરીદવા માટે તેમજ રિનોવેશન માટે પણ ઈપીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ ઉપાડ કરી શકે છે. જેમાં ઓછામાં ઓછા 5 વર્ષ જૂના સબ્સક્રાઈબર હોવા જોઈએ. 

ઈપીએફઓમાંથી એડવાન્સ ઉપાડની પ્રક્રિયાઃ

1. સૌથી પહેલા તમારે ઈપીએફઓ પોર્ટલ પર લોગઈન કરવાનું રહેશે. જેના માટે UAN અને પાસવર્ડ જરૂરી છે.

2. લોગ ઈન કર્યા બાદ ઓનલાઈન સર્વિસિઝ વિકલ્પ પર ક્લિક કરી તેમાં ક્લેમ સેક્શન સિલેક્ટ કરો.

3. જેમાં બેન્ક એકાઉન્ટ વેરિફાય કરાવવાનું રહેશે. જેથી એડવાન્સની રકમ સીધી બેન્ક એકાઉન્ટમાં જમા થાય.

4. બેન્ક એકાઉન્ટ વેરિફાય થયા બાદ તમારે સ્કેન કરેલી બેન્કની પાસબુક અથવા કેન્સલ ચેકનો ફોટો અપલોડ કરવો પડશે.

5. તેમાં કારણ જણાવવુ પડશે કે, તમે કયા કારણોસર એડવાન્સ રકમ ઉપાડવા માગો છો. 

6. આધાર આધારિત ઓટીપી જનરેટ કરો. અને ક્લેમની પ્રોસેસિંગ થયા બાદ એમ્પ્લોયર પાસે અપ્રુવલ માટે જશે.

7. એમ્પ્લોયરને તમારી આ ક્લેમ પ્રોસેસ વિશે જાણ કરી મંજૂર કરવા કહી શકો છો. ઓનલાઈન સર્વિસમાં ક્લેમનું સ્ટેટસ ચેક કરી અપડેટ્સ મેળવી શકો છો.

  શું તમે જાણો છો, ઈમરજન્સી દરમિયાન EPFOમાંથી ઉપાડ શક્ય છે, આ રીતે લાભ લઈ શકો છો 2 - image


Google NewsGoogle News