EPFO ખાતાધારક માટે જરૂરી સમાચાર, 15 જાન્યુઆરી સુધી ઉતાવળે પતાવી લેજો આ કામ!
How to Activate UAN: સરકારની એમ્પ્લૉયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો લાભ લેવા માટે ઈપીએફઓ મેમ્બર્સે પોતાનો UAN એક્ટિવેટ કરાવવાનો રહેશે. આ સાથે જ બૅન્ક એકાઉન્ટ સાથે આધાર લિંક કરાવવું પણ જરૂરી છે. નોંધનીય છે કે, ELI યોજનાનો લાભ લેવા માટે હવે ફક્ત 4 દિવસનો જ સમય બાકી છે. એટલે કે, તેની ડેડલાઇન 15 જાન્યુઆરીએ સમાપ્ત થઈ જશે.
નવી યોજના હેઠળ પીએફ મેમ્બર્સને ઇન્સેન્ટિવ આપવાનું રહેશે. આ ઇન્સેન્ટિવ સીધું બેનિફિશિયર એકાઉન્ટમાં મોકલવામાં આવશે. ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી તમે UAN એક્ટિવેટ કરી શકો છો.
ઘરે બેઠા કેવી રીતે UAN એક્ટિવ કરવું?
- સૌથી પહેલાં epfindia.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
- Services સેક્શનમાં For Employees પર ક્લિક કરો.
- Member UAN Online Service પર ક્લિક કરો.
આ રીતે પણ ઘરે બેઠા એક્ટિવ કરી શકશો UAN
- આ સિવાય તમે ઇચ્છો તો સીધું unifiedportalmem.epfindia.gov.in પર જઈ શકો છો.
- હવે Activate UAN પર ક્લિક કરો અને બાદમાં તમામ જાણકારી પ્રોવાઇડ કરો.
- ત્યારબાદ ઓટીપી દાખલ કરો અને સબમિટ કરી દો.
આ પ્રકારે તમારું UAN એક્ટિવેટ થઈ જશે અને આધાર લિંક મોબાઇલ નંબર પર પાસવર્ડ પણ આવી જશે. જેની મદદથી તમે લોગઇન કરી શકો છો. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 2024ના બજેટમાં ELI યોજનાની જાહેરાત કરી હતી. ELI યોજના હેઠળ A, B અને C કેટેગરીમાં નવા કર્મચારીઓને આર્થિક મદદ આપવામાં આવે છે.