શું તમારે નિવૃત્ત થઈને પણ મહિને રૂ. 2 લાખની આવક જોઈએ છે, તો રોકાણની આ રીત અપનાવીને લાભ લો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
શું તમારે નિવૃત્ત થઈને પણ મહિને રૂ. 2 લાખની આવક જોઈએ છે, તો રોકાણની આ રીત અપનાવીને લાભ લો 1 - image


Personal Finance: દરેક વ્યક્તિ રિટાયરમેન્ટ દરમિયાન શાંતિથી અને આરામથી જીવન પસાર કરવા ઈચ્છતું હોય છે. આખી જીંદગી પૈસા કમાવવા અને આર્થિક-સામાજિક આયોજનો પૂરા કરવા પાછળ દોડાદોડ કર્યા બાદ  નિવૃત્ત જીવન આનંદથી અને કોઈ નાણા ભીડ વિના પસાર કરવાનું સ્વપ્ન હોય છે. 

નિષ્ણાતો કહે છે કે, ભવિષ્યમાં વધનારી મોંઘવારી અને આર્થિક જરૂરિયાતોને અનુરૂપ આવક મેળવવા કમાણીના પહેલાં દિવસથી જ બચત અને રોકાણ કરવુ જોઈએ. પરંતુ તમે ચૂકી ગયા હોવ તો હજી મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવારના સિદ્ધાંત સાથે તમે રોકાણની આ રીત અપનાવી નિવૃત્તિ સમયે દરમહિને રૂ. 2 લાખની નિશ્ચિત આવક મેળવી શકો છો.

NPSમાં રોકાણ કરીને નિવૃત્તિ લાભ લો 

બેન્ક એફડીની તુલનાએ વધુ અને સુરક્ષિત રોકાણ વિકલ્પ નેશનલ પેન્શન સેવિંગ્સ સ્કીમ છે. જેમાં અંદાજિત 10 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજદર પર તમે સારૂ એવુ ફંડ એકત્ર કરી શકો છો. જો તમે 30 વર્ષના છો અને 60 વર્ષે શાંતિથી નિવૃત્ત જીવન જીવવા માગતા હોવ તો તમારે આ સ્કીમમાં અત્યારથી જ રોકાણ શરૂ કરવું પડશે. જે તમને 30 વર્ષ બાદ દર મહિને રૂ. 2 લાખની આવક કમાવી આપશે.

માસિક રૂ. 22150ના રોકાણ પર 5 કરોડની મૂડી સર્જન

એનપીએસમાં સરળતાથી 10 ટકા વ્યાજ મેળવી શકો છો. જેના માટે તમારે દરમહિને રૂ. 22150નું રોકાણ કરવું પડશે. 30 વર્ષ સુધી સતત રોકાણના અંતે કુલ રૂ. 79.79 લાખનું રોકાણ થશે. જેના પર 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ અનુસાર, રૂ. 4.97 કરોડ સુધીની વેલ્થ ક્રિએટ કરી શકશો. 

એનપીએસ પર એન્યુટી પ્લાનની મદદથી નિયમિત આવક

એનપીએસ મેચ્યોરિટી બાદ તમે તેના પર એન્યુટી પ્લાન લઈ શકો છો. જેમાં બે પ્રકારના વિકલ્પ હોય છે. એક તમે તમામ રૂપિયા કોઈ એન્યુટી પ્લાનમાં લગાવી તેમાંથી પેન્શન મેળવી શકો છો. બીજુ 60 ટકા રકમ ઉપાડી 40 ટકા રકમ એન્યુટી પ્લાન અંતર્ગત રાખી મૂકો. જે તમને દર મહિને નિશ્ચિત રકમનું પેન્શન પ્રદાન કરે છે. પેન્શનની રકમ તમે રોકાણ કરેલી રકમ પરથી નક્કી થાય છે. જો ઉપરોક્ત દર્શાવેલું રોકાણ કર્યું હોય અને તમે સંપૂર્ણ રકમ એન્યુટી પ્લાન અંતર્ગત આવરી લો તો તમને દર મહિને રૂ. 2 લાખ સુધીનું પેન્શન મળી શકે છે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. જે રોકાણની સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ જરૂર લો.)

  શું તમારે નિવૃત્ત થઈને પણ મહિને રૂ. 2 લાખની આવક જોઈએ છે, તો રોકાણની આ રીત અપનાવીને લાભ લો 2 - image


Google NewsGoogle News