બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા રાખવા જોઈએ? ડૂબે કે દેવાળું ફૂંકે તો નહીં થાય એક પૈસાનું નુકસાન, સૌને જાણવું જરૂરી
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024 બુધવાર
બેન્ક ખાતાનો તો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે. પોતાના સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતામાં રૂપિયા પણ લોકો જમા રાખે છે પરંતુ શું તમને એ ખબર છે કે એક બચત ખાતામાં કેટલા રૂપિયા રાખવા સુરક્ષિત હોય છે. બેન્ક ડૂબે કે દેવાળું ફૂંકે તો તમારુ એક પણ પૈસાનું નુકસાન થશે નહીં. આના કરતા વધુ રૂપિયા જમા કરવા પર તમારી રકમ જતી રહેશે.
સરકારે જનધન ખાતુ ખોલવાની યોજના ચલાવી જે બાદ દરેકની પાસે પોતાનુ ખાતુ થઈ ગયુ. જનધન યોજના હેઠળ જ દેશભરમાં લગભગ 45 કરોડ ખાતા ખોલવામાં આવ્યા પરંતુ પોતાના ખાતામાં કેટલા રૂપિયા રાખવા સુરક્ષિત હોય છે એ વાત કદાચ જ કોઈકને ખબર હશે. આમ તો બેન્ક જલ્દી ડૂબતી કે દેવાળું ફૂંકતી નથી. પરંતુ એવા પણ ઘણા ઉદાહરણ છે જેમાં બેન્ક દેવાળું ફૂંકી ચૂકી છે.
બેન્કોની જવાબદારી શું છે
એવુ નથી કે બેન્કોમાં રાખવામાં આવેલા તમારા પૈસા હંમેશા સુરક્ષિત રહે છે. કોઈ બેન્કમાં ચોરી કે લૂંટ થઈ ગઈ અથવા કોઈ આપત્તિમાં નુકસાન થઈ ગયુ તો તમારા પૂરા રૂપિયા પર બેન્ક કોઈ ગેરંટી આપતી નથી. દરમિયાન એ જાણવુ જરૂરી હોય છે કે કેટલી રકમ પાછી આપવાની જવાબદારી બેન્કો પર હોય છે. તેનાથી વધુ રૂપિયા તમને આપવામાં આવશે નહીં. ભલે તમારા ખાતામાં ગમે તેટલી રકમ જમા હોય.
બેન્ક કેટલા રૂપિયા પાછા આપવાની ગેરંટી લે છે
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ 1961ની કલમ 16 (1) હેઠળ બેન્કમાં કોઈ પણ રૂપમાં જમા તમારા રૂપિયા પર માત્ર 5 લાખ રૂપિયા સુધીની જ ગેરંટી રહે છે. તેનાથી વધુ રૂપિયા હશે તો બેન્કનું નુકસાન થવાની સ્થિતિમાં ડૂબી જશે. રિઝર્વ બેન્કનું ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) તમારા જમા રૂપિયાની ગેરંટી લે છે, પરંતુ ધ્યાન રાખો કે આ રૂપિયા કોઈ પણ સ્થિતિમાં 5 લાખથી વધુ ન હોય.
ખાતુ હોય કે એફડી ગેરંટી માત્ર 5 લાખ
એવુ નથી કે એક બેન્ક જ તમારી 5 લાખ સુધીની રકમની ગેરંટી આપે છે. તમારા અલગ-અલગ ખાતામાં ગમે તેટલા રૂપિયા જમા હોય બધુ મળીને તેની પર 5 લાખ સુધીની જ ગેરંટી રહેશે. ભલે આ રૂપિયા તમે સેવિંગ એકાઉન્ટમાં રાખો કે ચાલુ ખાતામાં અથવા એફડી કરાવો. કુલ મળીને તમને 5 લાખ રૂપિયા પાછા આપવા માટે બેન્ક બંધાયેલી રહેશે.