આધાર કાર્ડ અને પાન કાર્ડ વગર કેટલુ ખરીદી શકો છો સોનુ, જાણો શું છે Income Tax નો નિયમ

એક જ ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રુપિયા કે તેથી વધુનું સોનું રોકડમાં ખરીદી શકાતું નથી.

2 લાખ રુપિયાથી વધુનું સોનું ખરીદતી વખતે PAN અને આધાર આપવું ફરજિયાત છે.

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
આધાર કાર્ડ અને પાન કાર્ડ વગર કેટલુ ખરીદી શકો છો સોનુ, જાણો શું છે Income Tax નો નિયમ 1 - image
Image Envato 

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

સોનુ (Gold) ખરીદવું દરેક લોકોને પસંદ હોય છે, તેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે સોનામાં રોકાણ કરવામાં કોઈ જોખમ રહેતુ નથી. આ ઉપરાંત સમય સાથે સાથે તેમા રિટર્ન પણ સારુ મળી રહેતુ હોય છે. પરંતુ સોનામાં રોકાણ કરવાની વાત આવે એટલે એક સવાલ થાય કે પાન(PAN) અને આધારકાર્ડ (Aadhar card)વગર વધુમાં વધુ કેટલુ સોનુ ખરીદી શકાય છે. આવો તેના વિશે વિગતે જાણીએ. 

કેશમાં કેટલા રુપિયાનું સોનું ખરીદી શકીએ 

ઈનકમ ટેક્સના કાયદા ( income tax laws) માં કેશમાં સોનું ખરીદતી વખતે ચુકવવામાં આવતી રોકડ રકમને લઈને તેના પર કોઈ નિયમ નથી. જોકે, રોકડમાં સોનું વેચતી વખતે પેમેન્ટ મેળવવા અંગે નિયમો સ્પષ્ટ છે. કોઈપણ વેપારી 2 લાખ રુપિયા કે તેથી વધુની રોકડ રકમ એક જ ટ્રાન્ઝેક્શનમાં સ્વીકારી નહીં શકે. 

આ કારણે કોઈપણ ખરીદનાર કેશમાં કોઈ પણ રકમથી સોનું ખરીદી શકે છે. પરંતુ વેચનાર સિંગલ ટ્રાન્ઝેક્શનમાં માત્ર 2 લાખ રુપિયાથી ઓછી રકમનું સોનુ વેચી શકે છે. 

પાન અને આધાક કાર્ડ વગર કેટલું ખરીદી શકાય છે સોનું

બે લાખથી વધારે સોનુ ખરીદવા પર તમારે પાન અને આધારકાર્ડની જરુરીયાત પડે છે. પરંતુ જો તમે બે લાખ રુપિયાથી ઓછી કિંમતનું સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારે પાન કાર્ડ કે આધારકાર્ડની જરુર રહેતી નથી. 


Google NewsGoogle News