તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો? જાણો આ નિયમ બાકી વધી શકે છે મુશ્કેલી

સિંગલ લેણદેણમાં દુકાનદારે 2 લાખ કે તેથી વધુમાં કેશ ટ્રાન્ઝેક્શન કરવું હિતાવહ નથી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો? જાણો આ નિયમ બાકી વધી શકે છે મુશ્કેલી 1 - image


How much gold can buy in Cash : શું તમે પણ દિવાળી, ધનતેરસ કે તમારા બાળકોના લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો? જો હા તો તમને ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના નિયમો અંગે પણ જાણકારી હોવી ખુબ જરૂરી છે. હાલ ઓનલાઈન પેમેન્ટના જમાનામાં પણ ઘણા લોકો કેશમાં સોનું લેવાનું પસંદ કરે છે. તેથી ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ કેશમાં કેટલું સોનું ખરીદી શકે છે? કેશમાં સોનું ખરીદવા પર કોઈ લીમીટ છે કે નહિ ?

Goldની વધતી ડિમાન્ડ

ભારતમાં લોકો સોનું ખરીદવાનું વધુ પસંદ કરે છે. તહેવારોની સિઝનમાં સોનાની ડિમાન્ડ પણ ખુબ જ વધી જતી હોય છે. આ ઉપરાંત લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. જેની પાછળનું સૌથી મહત્વનું કરના એ છે કે સોનામાં ઇન્વેસ્ટ કરવાથી પૈસા ડૂબવાનું રિસ્ક રહેતું નથી. તેમજ સમયની સાથે તેમાં રીટર્ન પણ ખુબ સારું મળી રહે છે. 

શું કહે છે ઇન્કમટેક્ષ કાયદો?

ઇન્કમટેક્ષ કાયદામાં સોનું કે સોનાની જવેલરીની ખરીદી બાબતે કોઈ નિયમ નથી. પરંતુ કેશમાં સોનું ખરીદવા બાબતનો નિયમ સ્પષ્ટ છે. ઇન્કમટેક્ષ કાયદા પ્રમાણે કોઈપણ સિંગલ લેણદેણમાં દુકાનદારે  2 લાખ કે તેથી વધુમાં કેશ ટ્રાન્ઝેક્શન કરવું હિતાવહ નથી. એવામાં તમેસોનું ખરીદારમાં કોઈપણ કેશ લીમીટ વગર સોનું ખરીદી શકો છો પરંતુ વેચાણકર્તાએ 2 લાખથી કે તેથી વધુ રકમ કેશમાં સ્વીકારી શકશે નહિ. 

નિયમ ન માનવાથી કેટલો થશે દંડ?

જો કોઈ જવેલર 2 લાખથી વધુ કેશ સ્વીકારે છે તો તેને મળેલા કેશ પ્રમાણે દંડિત કરવામાં આવશે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ તે જવેલર પર આ કાયદાનું ઉલ્લંઘન કરવા બાબતે તેને મળેલી રકમ જેટલો દંડ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત જો તમે કોઈ જવેલર પાસેથી 2 લાખથી વધુની કિંમતનું સોનું કેશ કે અન્ય માધ્યમથી ખરીદો છો તો તમારે પાનકાર્ડ કે આધાર કાર્ડ આપવું જરૂરી છે. તેનો સીધો અર્થ એ થાય કે તમે પાનકાર્ડ કે આધાર કાર્ડ વગર માત્ર 2 લાખ સુધીનું જ સોનું ખરીદી શકો છો.  



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News