ભારતમાં નોકરિયાતો કેટલા ખુશ? ટીમ-નેતૃત્વથી શું ઇચ્છે છે? સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા
Image: Freepik
Employee in India: દેશના મોટાભાગના યુવાનો આજે નોકરી કરી રહ્યા છે. દરમિયાન જ્યારે તમે ક્યાંય પણ કામ કરો છો તો ત્યાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત હોય છે સ્થળનું વાતાવરણ. જો વાતાવરણ સારું ન હોય તો તેનાથી કર્મચારીનું મનોબળ પણ ઘટી જાય છે. કામ કરવામાં કર્મચારીઓ પર કઈ બાબતનો સૌથી સારો પ્રભાવ પડે છે અને કઈ એવી બાબત છે જે તેમના કાર્યમાં અવરોધ નાખે છે તેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ઈન્ટરવ્યુમાં સામેલ 63 ટકાથી વધુ કર્મચારીઓએ કહ્યું કે તે નેતૃત્વની પ્રશંસાને મહત્ત્વ આપે છે, જે દર્શાવે છે કે આ મનોબળ વધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. રિપોર્ટથી જાણ થાય છે કે ભારતમાં 63%થી વધુ કર્મચારી કાર્યસ્થળ પર ઓળખ ઇચ્છે છે.
આ પણ વાંચો: ‘હા, અદાણીના ઘરે અમિત શાહને મળ્યો હતો’, શરદ પવારની કબૂલાતથી રાજકીય ગરમાવો
કર્મચારીઓને ટીમથી છે આ આશા
રિપોર્ટ અનુસાર 62 ટકા કર્મચારીઓએ કહ્યું કે જ્યારે તેમની ટીમ તેમના કાર્યની પ્રશંસા કરે છે તો તેમને વધુ ખુશી થાય છે અને 58 ટકાએ એ વાત પર જોર આપ્યું કે તેમના મત અને વિચારોની તેમના ટીમના લોકો દ્વારા પ્રશંસા થવી જોઈએ.
આ રિપોર્ટ સમગ્ર દેશના 3,005 લોકોના ઈન્ટરવ્યુ પર આધારિત છે, જેમાંથી 30 ટકા સી-શૂટ કાર્યકારી હતા અને 70 ટકા કર્મચારી હતા. 61 ટકા કર્મચારીઓનું શું કહેવું છે?.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 64 ટકા કર્મચારીઓએ કહ્યું કે તેમની કંપનીઓ રચનાત્મક વિચારને પ્રોત્સાહન આપે છે. જેનાથી તેમને વધુ જોડાણ અનુભવવામાં મદદ મળે છે જ્યારે 61 ટકાએ પોતાને ખુલીને વ્યક્ત કરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરી, તે કાર્યસ્થળોમાં વધુ વ્યસ્ત અનુભવ કરે છે તેનાથી તેના વિચારોમાં શ્રેષ્ઠ આદાન-પ્રદાન થાય છે.
કર્મચારી એ અનુભવ કરવા ઇચ્છે છે કે તેમનો અવાજ સાંભળવામાં આવે અને તેમનું યોગદાન મહત્ત્વનું છે. જે કંપનીઓ આવું કરે છે તેનાથી તે વધુથી વધુ કર્મચારીઓને પોતાની કંપનીમાં શ્રેષ્ઠ માહોલ આપીને લોકોને કામ કરવા માટે મોટિવેટ કરી રહી છે અને તેનાથી કર્મચારીઓ શ્રેષ્ઠ સ્થિતિમાં હશે. આ ક્ષેત્રો પર ધ્યાન આપવું ન માત્ર કર્મચારી કલ્યાણ માટે સારું છે પરંતુ આ વ્યવસાય માટે પણ સારું છે.