પત્નીના નામે ઘર ખરીદવાથી થઈ શકે છે ફાયદો, અન્ય ખર્ચાઓના બોજામાંથી મુક્તિ મળશે
House Buying Tips: દરેક વ્યક્તિનું પોતાની માલિકીનું ઘર ખરીદવાનું સપનું હોય છે. જો કે, ઘરની કિંમત ઉપરાંત અને ઘણી બાબતો માટે ખર્ચ કરવો પડતો હોય છે. જો તમે પરિણિત છો, અને ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. અહીં દર્શાવવામાં આવેલી ટીપ્સ અનુસરવાથી તમે ખર્ચના બોજો વિના સરળતાથી ઘર ખરીદી શકો છો.
ઘર ખરીદવા માટે પુરૂષ કરતાં મહિલાને સરકાર અનેક લાભો અને રાહતો આપી રહી છે. મહિલાઓ માટે પ્રોપર્ટી ખરીદવા સંબંધિત અલગથી નિયમો બનાવાયા છે. જેથી જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારા ઘરની મહિલાના નામે આ યોજના સફળ બનાવી શકો છો.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો નવો પ્લાન, 50% સસ્તી આપશે ડુંગળી, ગૃહિણીઓને થશે મોટો ફાયદો
હોમ લોનમાં ઓછા વ્યાજની જોગવાઈ
ભારતમાં મહિલાઓને પ્રાથમિકતા આપવાના ભાગરૂપે હોમ લોનમાં છૂટ આપવામાં આવે છે. મહિલાઓને બેન્કો ખાસ ઓછા વ્યાજે હોમ લોન ઓફર કરતી હોય છે. જેથી હોમ લોન સસ્તી અને સરળ પડે છે. બેન્કો ઉપરાંત હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ મહિલાઓને ઓછા વ્યાજે લોન ઓફર કરે છે.
સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ
મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ મળે છે. જો કે, રાજ્યવાર સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ જુદો-જુદો હોય છે. ઘરના દસ્તાવેજ તૈયાર કરાવતી વખતે ચૂકવવામાં આવતી નિર્ધારિત દરે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાય છે. ગુજરાતમાં 4.9 ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગુ છે. જેમાં મહિલાઓને રજિસ્ટ્રી ફીમાં મુક્તિ મળે છે. મહિલાઓને 2થી 3 ટકા ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.