Get The App

હોનાસા કન્ઝયુમર રૂ.3 થી રૂ.6 ખરીદ કિંમતના શેર 324માં વેચી રૂ.1700 કરોડ ઊભા કરશે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
હોનાસા કન્ઝયુમર રૂ.3 થી રૂ.6 ખરીદ કિંમતના શેર 324માં વેચી રૂ.1700 કરોડ ઊભા કરશે 1 - image


- આઈપીઓમાં સમજી વિચારીને રોકાણ કરવું તેવો નિષ્ણાતોનો મત

- કંપનીએ નાણાકીય વર્ષ 2021માં રૂ.1332 કરોડની અને નાણા વર્ષ 2023માં રૂ.151 કરોડની કરેલી ખોટ 

- શેરબજારમાં 'તીનકા તીનસો'નો શરૂ થયેલો ખેલ

અમદાવાદ : પ્રાઈમરી માર્કેટમાં લોભામણી જાહેરાતો, આકર્ષણો બતાવીને કેટલાક પ્રમોટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો આઈપીઓ થકી જંગી માત્રામાં શેરો ભોળા રીટેલ રોકાણકારોને અસાધારણ ઊંચા ભાવે પરોવી દેવાના કિસ્સાઓ અટકવાનું નામ લેતાં નથી.આજે આઇપીઓ સાથે મૂડી બજારમા પ્રવેશેલ હોનાસા કન્ઝયુમર લિમિટેડના પ્રમોટરો અને વેચાણકર્તા  શેર ધારકો દ્વારા ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇસ્યુ થકી  રૂ.૧૭૦૦ કરોડનું ભંડોળ ઊભુ કરાશે જો કે આ શેરની પડતર-ખરીદ કિંમત રૂ.૩ થી રૂ.૬ જેટલી છે અને સામાન્ય રોકાણકારોને  આ શેર રૂ.૩૨૪ જેટલા ઊંચા ભાવે આઈપીઓ મારફત ઓફલોડ કરાશે. 

કંપની ખોટ કરી રહી હોઈ, શેર દીઠ કમાણી નેગેટીવ હોય અને પોતાની ઉત્પાદન સવલતો કરતાં થર્ડ પાર્ટી એટલે કે કોન્ટ્રેક્ટ મેન્યુફેકચરીંગ કરાવવા પર નિર્ભર હોય છતાં માર્કેટીંગ પાછળ તગડો ખર્ચ કરીને લોકોમાં લોભામણી છબી ઊભી કરીને જંગી ટર્નઓવર બતાવીને રોકાણકારોને ભોળવી રહી છે. આ સાથે હવે તો બજારમાં તીન કા તિનસો જેવો નવો ખેલ શરૂ થયો છે. આ આઇપીઓમા ફ્રેશ શેર થકી રૂ.૩૬૫ કરોડ ઊભા કરાશે. જ્યારે વેચાણકર્તા  શેર ધારકો દ્વારા ઓફર ફોર સેલ દ્વારા ૪.૧૩ કરોડ શેર વેચી રૂ.૧૩૩૬ કરોડ એકત્ર કરાશે.  

હોનાસા કન્ઝયુમર  પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૧માં રૂ.૧૩૩૨.૨૨ કરોડની ખોટ અને નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૫૧ કરોડની ખોટ કરી છે. આ સાથે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં નેગેટીવ કેશ ફ્લો નોંધાવ્યો છે. આ ઉપરાંત હોનાસા કન્ઝયુમરનું નેટવર્થ પર વળતર પણ ૨૩.૫૭ ટકા નેગેટીવ રહ્યું છે. 

કંપની એક તરફ પોતાની ઉત્પાદન સવલતો કરતાં વધુ પડતી થર્ડ પાર્ટી એટલે કે કોઈ અન્ય મેન્યુફેકચરરો પાસેથી ઉત્પાદનો બનાવડાવીને એટલે કે આઉટસોર્સ કરીને પોતાના નામે આ ઉત્પાદનો ગ્રાહકોને  વેચી રહી છે. આ સાથે તેના દૈનિક કામકાજમાં પણ ચોક્કસ એરિયા માટે બહારના ટેકનોલોજી સપ્લાયરો પર નિર્ભર છે. કંપની  તેની ઓપરેટીંગ આવકના૩૫ થી ૪૦ ટકા જાહેરાત પાછળ જંગી ખર્ચ કરીને અત્યારે આવકની ઊંચી વૃદ્વિ મેળવી રહી છે. પરંતુ આગામી વર્ષોમાં જાહેરાત પાછળ ખર્ચ ઘટાડવાના સંજોગોમાં કંપની પાછલા વર્ષો જેટલી  આવકની વૃદ્વિ મેળવી શકશે કે એની કોઈ ગેરંટી નથી. જે જોખમી પરિબળ છે.  કંપનીનું ઓનલાઈન ચેનલ થકી વેચાણ મોટાભાગે કંપનીના ચોક્કસ બજાર સ્થળો અને વેબ ટ્રાફિક સ્ત્રોતો થકી થઈ રહ્યું છે. કંપનીનું ઓપરેશન્સ, નાણા સ્થિતિ, કેશ ફ્લો અને બિઝનેસને જો કંપની આ  પાર્ટનરશીપો જાળવવામાં નિષ્ફળ રહે તો અસર થઈ શકે છે. આ સાથે તીવ્ર હરીફાઈના કારણે કંપની બજાર હિસ્સો પણ  ગુમાવી શકે છે અને કંપનીએ માર્કેટીંગ અને એડવર્ટાઈઝિંગ પાછળ વધુ ખર્ચ કરવા પડી શકે અને ભારે ડિસ્કાઉન્ટ પણ આપવું પડી શકે છે. આ સહિતના જોખમી પરિબળો છે. આઈપીઓમાં શેરો અત્યારે શેર દીઠ રૂ.૩૦૮ થી રૂ.૩૨૪ પ્રાઈસ બેન્ડમાં સામાન્ય રોકાણકારોને ઓફર કરવામાં આવ્યા છે. રોકાણકારોઅ આઇપીઓમાં સમજી વિચારીને રોકાણ કરવું જોઇએ તેવો બજારના નિષ્ણાતોનો મત છે.

હોનાસાના શેરો વેચનારા પ્રમોટર અને જૂના શેરધારકો રૂ.૧૩૩૬ કરોડ ઘરભેગાં કરશે

હોનાસ કન્ઝયુમર લિમિટેડના આ આઈપીઓમાં ઓફર ફોર સેલ

(ઓએફએસ)માં જે જૂના શેરધારકો શેરો વેચી રહ્યા છે, એમની ખરીદ કિંમત રૂ.૩.૨૧ થી રૂ.૬.૦૫ જેટલી નીચી છે. આમ આ ઓએફએસ થકી  પ્રમોટર અને જૂના શેરધારકો રૂ.૧૩૨૬ કરોડ ઘર ભેગાં કરી દેશે.

વેચાણ કર્તા

OFS માં કેટલા

શેરની 

સંભવિત ફાયદો

 

શેરધારક

શેરો વેચશે

પડતર

(અપર બેન્ડ ભાવ)

 

વરૂણ અલઘ(પ્રમોટર)

૩૧,૮૬,૩૦૦

નગણ્ય

રૂ.૧૦૩

કરોડ

ગઝલ અલઘ(પ્રમોટર)

,૦૦,૦૦૦

નગણ્ય

રૂ.  ૩.૨

કરોડ

રિષભ મરીવાલા

૫૭,૦૦,૧૮૮

રૂ. ૬.૦૫

રૂ.૧૮૪.૬

કરોડ

શિલ્પા શેટ્ટી કુંદ્રા

૧૩,૯૩,૨૦૦

રૂ. ૪૧.૮૬

રૂ.૪૫

કરોડ

કુણાલ બહલ

૧૧,૯૩,૨૫૦

રૂ. ૩.૨૧

રૂ.૩૮.૬

કરોડ

રોહિત કુમાર બહલ

૧૧,૯૩,૨૫૦

રૂ. ૩.૨૧

રૂ.૩૮.૬

કરોડ


Google NewsGoogle News