Bank Loan: નવા વર્ષે કાર ખરીદવાનું તમારું સપનું પુરું થશે, આટલી સસ્તી થઈ શકે છે લોન
ભારતમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘરનું ઘર હોય. આ વર્ષે, હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા છે,
તેથી ઘર થતા કાર ખરીદવાના સપનાને પાંખો મળે તેવી પૂરી સંભાવના છે
Auto loan will be cheaper in 2024: આ વર્ષે હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર છે. દેશના ટોચના બેન્કર્સને આશા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ દરમાં 0.5% થી 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે. તેનાથી વર્તમાન અને નવા હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે. છેલ્લા દોઢ વર્ષમાં રેપો રેટમાં 2.5%ના વધારાને કારણે લોકોની લોન EMI 16% થી વધીને 23% થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાથી મોટી રાહત મળી શકે છે. બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે.
રેપો રેટ ઘટતાની સાથે જ નહિ મળે લાભ
નિષ્ણાતો કહે છે કે રેપો રેટમાં ઘટાડો જૂન કે જુલાઈમાં થશે તો પણ બેન્કો તેનો લાભ બે-ત્રણ મહિના પછી જ આપશે. કેટલીક બેંકો ચોક્કસપણે તેના લાભ તરત જ આપશે પરંતુ તેમાંની મોટાભાગની બેંકો સમય લે છે. અમુક બેંકો ગ્રાહકોને રેપો રેટના ઘટાડાનો થોડો લાભ જ આપે છે. તો ઘણી બેંકો નવા ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર કરી શકે છે.
આવી સ્થિતિમાં ગ્રાહકે શું કરવું જોઈએ?
વ્યાજ દરોમાં ઘટાડાનો લાભ મેળવવા માટે, ગ્રાહકો માટે લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (EBLR)માં લોનને કન્વર્ટ કરી દેવી. EBLR સીધી રીતે રેપો રેટ સાથે જોડાયેલ હોવાથી EBLR હેઠળ હોમ લોન લેનારાને રેપો રેટના ઘટાડાનો સૌથી ઝડપી લાભ મળશે. કેટલીક બેંકોના EBLRમાં હોમ લોનના દર હાલમાં 9% કરતા ઓછા છે જ્યારે બેઝ રેટ 10.25% છે. બેંકોએ વર્ષ 2023માં 30 નવેમ્બર સુધી 45,51,584 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું હતું, જે વર્ષ 2022ની સરખામણીએ 18% વધુ લોન છે.