Get The App

કામની વાત: હોમ લોન ઈએમઆઈનો બોજ નડે નહીં તે માટે આ બાબતોનું પાલન કરો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Home Loan


Home Loan Tips: આજના યુગમાં ફાઈનાન્સની સરળ સુવિધાને લીધે મોટાભાગના લોકો લોન પર ચીજોની ખરીદી કરી રહ્યા છે. તેમાંય ખાસ કરીને પોતાના સપનાનું ઘર બનાવવા સરળતાથી મળતી હોમ લોનની મદદ તો લઈ લે છે, પરંતુ જ્યારે ઈએમઆઈનો બોજ વધી જાય ત્યારે આર્થિક ભીડમાં તણાવ પણ વધે છે. ઘણીવખત ઈએમઆઈની રકમ અને તેના પર વધતું વ્યાજ માથાનો દુઃખાવો બની જાય છે. 

જો યોગ્ય આયોજન સાથે હોમ લોન લેવામાં આવે તો ઈએમઆઈનો બોજ પડતો નથી અને સરળતાથી હોમ લોન પૂરી કરી શકો છો. જેના માટે અમુક બાબતોનું અનુસરણ કરવુ પડે છે. લોન લેતી વખતે અને તેના પર દરમહિને ચૂકવવાપાત્ર ઈએમઆઈની રકમ તમારા પગાર અને આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી લેવી જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખવાથી ઈએમઆઈ બોજારૂપ બનશે નહીં...

ઈએમઆઈની એડવાન્સ ચૂકવણી

ઈએમઆઈ અંતર્ગત એક નિર્ધારિત રકમની ચૂકવણી દર મહિને નિર્ધારિત સમયે કરવાની હોય છે. પરંતુ જો તમે ઈચ્છો તો જે નિર્ધારિત રકમ છે, તેના કરતાં વધુ ચૂકવણી કરી શકો છો. જેથી લોન ઝડપથી પૂરી થાય અને ઈએમઆઈનો બોજ પડશે નહીં. તમારી પાસે આવક વધી હોય અથવા વધારાની આવક થઈ હોય તેવા સમયમાં તે રૂપિયાનો ઉપયોગ લોનની બાકી રકમ ચૂકવવા માટે કરો જેથી ઈએમઆઈ ઘટશે. આમ કરવાથી લોન પર લાગૂ વ્યાજ ઘટશે અને લોન ચૂકવવાની સમય મર્યાદા પણ ઘટશે. તેમજ એકાદ ઈએમઆઈ ચૂકી જવાય તો પણ અગાઉથી ચૂકવેલી રકમથી સિબિલ સ્કોર પર વધુ અસર થશે નહીં.

લોન પહેલાં ચૂકવો બાદમાં અન્ય આયોજન કરો

દરેકની પરિસ્થિતિ હંમેશા એકસમાન હોતી નથી. તેથી જ્યારે પણ તમારી પાસે વધુ બચત હોય અથવા વધારાની આવક થઈ હોય તો તેનો ઉપયોગ લોનની ચૂકવણીમાં કરો. જેથી દેવાનો બોજ ઝડપથી દૂર થાય. ઘણીવખત વધુ કમાણી થઈ હોય, તો ઘણીવખત કમાણી જ ન થાય તેવી સ્થિતિમાં જો લોન અગાઉથી ચૂકવેલી હશે તો આર્થિક કટોકટી દરમિયાન લોનનો બોજ રહેશે નહીં. મોજશોખ કે વિદેશ પ્રવાસ જેવી બાબતો પાછળ વધુ પડતો ખર્ચ કરવાને બદલે પહેલાં લોન ચૂકવો. જેથી તમે દેવામુક્ત બન્યા બાદ આરામથી જીવન પસાર કરી શકો.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


કામની વાત: હોમ લોન ઈએમઆઈનો બોજ નડે નહીં તે માટે આ બાબતોનું પાલન કરો 2 - image


Google NewsGoogle News