Get The App

હોમ લોન પર મળતા ટેક્સ ડિડક્શન વિશે જાણો, આ રીતે ટેક્સમાં બચત કરી શકો છો

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
હોમ લોન પર મળતા ટેક્સ ડિડક્શન વિશે જાણો, આ રીતે ટેક્સમાં બચત કરી શકો છો 1 - image


Home Loan: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ થઈ ચૂક્યા છે. 31 જુલાઈ સુધી આઈટીઆર ફાઈલ કરી શકાશે. જો તમે ટેક્સની જવાબદારીઓ ઘટાડવા માગતા હોવ તો તમે આ રસ્તો અપનાવી શકો છો. જેના બે લાભ છે, એક તો તમારી ટેક્સની જવાબદારી ઘટશે અને બીજુ પોતાના ઘરની માલિકી મળશે. હોમ લોન પર ઈનકમ ટેક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ લાભો મળે છે. 

શું છે ઈનકમ ટેક્સનો નિયમ?

ઈનકમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 24 (બી) અંતર્ગત હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ કપાત મળે છે. જેમાં હોમ લોન પેમેન્ટ પર મહત્તમ રૂ. 2 લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. અમુક શરતોને આધિન તમે ઈએમઆઈ પર ક્લેમ કરી શકો છો. જો કે, ડિડક્શનનો લાભ તમને ઘરનું પઝેશન મળવા પર જ મળે છે.

ડિડક્શન ક્લેમ કરવાની શરતો

કલમ 24 (બી) હેઠળ ઉપલબ્ધ ડિડક્શનનો લાભ લેવા માટે તમે ખરીદેલા ઘરનો ઉપયોગ તમે જ કરતાં હોવ અથવા તો તેને ભાડે આપ્યું હોય. જો પતિ-પત્નિએ જોઈન્ટ હોમ લોન લીધી હોય તો તેને નાણાકીય વર્ષ માટે રૂ. 2 લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. જેમાં એમ્પ્લોયર તથા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.

હોમ લોનના પ્રિન્સપલ અમાઉન્ટ પર પણ ડિડક્શન

ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ હોમ લોનના પ્રિન્સિપલ માઉન્ટ પર પણ ડિડક્શનની જોગવાઈ છે. પરંતુ આ ડિડક્શન કલમ 80 (સી) હેઠળ મળે છે. જેમાં ડઝનેક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ સમાવિષ્ટ છે. આથી જે કરદાતા લાઈફ ઈન્સ્યોરન્સ, પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમ તથા બે બાળકોના ટ્યુશન ફી પર ડિડક્શન ક્લેમ કરતો હોય તેને હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર ડિડક્શન મળતુ નથી. પરંતુ જો આ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ પર ડિડક્શન ક્લેમ ન કરતાં હોવ તો તમને વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીનું ડિડક્શન હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર મળવાપાત્ર છે.

  હોમ લોન પર મળતા ટેક્સ ડિડક્શન વિશે જાણો, આ રીતે ટેક્સમાં બચત કરી શકો છો 2 - image



Google NewsGoogle News