Get The App

Hindenburgના વાવાઝોડામાં વધુ એક કંપની ફંટાઈ, શેર્સમાં બોલાઈ ગયો મોટો કડાકો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Hindenburgના વાવાઝોડામાં વધુ એક કંપની ફંટાઈ, શેર્સમાં બોલાઈ ગયો મોટો કડાકો 1 - image


Hindenburg New Report: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે અને નાથન એન્ડરસનની આગેવાની હેઠળની આ કંપનીએ હવે ભારતીય નહીં પરંતુ અમેરિકન કંપનીને નિશાને લીધી હતી. હિંડનબર્ગે ઓનલાઇન ગેમિંગ પ્લેટફૉર્મ કંપની રોબ્લોક્સ પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપો સંબંધિત એક અહેવાલ X એકાઉન્ટ પર શેર પણ કરાયા હતા. જેમાં કંપની પર રોકાણકારો સાથે ખોટું બોલવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

ગેમિંગ પ્લેટફૉર્મ રોબ્લોક્સ પર લાગ્યા આરોપ 

અહેવાલ મુજબ હિંડનબર્ગે ઓનલાઇન ગેમિંગ જાયન્ટ રોબ્લોક્સ અંગે એક રિસર્ચ રિપોર્ટ જાહેર કરી આરોપ મૂક્યો હતો કે ગેમિંગ કંપનીએ મુખ્ય મેટ્રિક્સ 42 ટકા સુધી વધારીને બતાવી રોકાણકારોને છેતર્યા છે. હિંડનબર્ગ રિસર્ચે રોબ્લોક્સના સ્ટોક પર શોર્ટ પોઝિશન પણ લીધી હતી. 

રોકાણકારો સાથે ખોટું બોલવાનો આરોપ 

નાથન એન્ડરસનની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે રોબ્લોક્સ કૉર્પોરેશન અંગે એક અહેવાલ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ વોલ સ્ટ્રીટ માટેના તેના આંકડાઓમાં ગરબડ કરી છે. હિંડનબર્ગે દાવો કર્યો છે કે વીડિયો ગેમ કંપની તેના પ્લેટફૉર્મ પર યુઝર્સની સંખ્યા વિશે રોકાણકારો અને નિયમનકારો સાથે ખોટું બોલી રહી છે. એટલું જ નહીં, તેણે પોતાના રિપોર્ટમાં 'Roblox: Inflated key metrics for Wall Street and a pedophile hellscape for kids' પણ લખ્યું છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગેમિંગ કંપની ઘણા એક્ટિવ યુઝર્સના આંકડા તેમની વાસ્તવિક સંખ્યા કરતાં 25થી 42 ટકા વધારે બતાવી રહી છે. આ સાથે Roblox બાળકો પર નકારાત્મક અસર કરી રહ્યુ છે અને બાળકોને પોર્નોગ્રાફી અને હિંસક કન્ટેન્ટ મોકલી રહી છે.

રિપોર્ટ જાહેર થતાં જ શેર્સમાં કડાકો 

હિંડેનબર્ગના આ અહેવાલની અસર ગેમિંગ કંપનીના શેર પર પણ જોવા મળી છે અને એકઝાટકે શેર્સમાં 4% સુધીનો કડાકો બોલાઈ ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન, રોબ્લોક્સ શેર 4 ટકાથી વધુ ઘટ્યા અને $37.50ના સ્તરે પહોંચી ગયા હતા.

Hindenburgના વાવાઝોડામાં વધુ એક કંપની ફંટાઈ, શેર્સમાં બોલાઈ ગયો મોટો કડાકો 2 - image


Google NewsGoogle News