હિંડનબર્ગના લેટેસ્ટ ધડાકાની કઈ કઈ કંપનીના શેર્સ પર થઈ શકે છે અસર? રોકાણકારો ખાસ વાંચે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Hindenburg report

Image: Envato


Hindenburg Research On Sebi: અમેરિકાની શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત મામલે ફરી એકવાર મોટો ખુલાસો કરતાં સીધો આક્ષેપ શેરમાર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન મધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર મૂક્યો છે. જેમાં અમુક કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જેથી સોમવારે માર્કેટમાં આ કંપનીઓના શેર્સમાં કડાકો નોંધાવાની શક્યતા જોવા મળી શકે છે. અદાણી ગ્રુપના શેર્સમાં પણ વોલેટિલિટી વધવાની વકી છે.

કઈ કંપનીઓના શેર પર થશે અસર

હિંડનબર્ગના રિપોર્ટમાં ફાઈનાન્સ સેક્ટર સાથે જોડાયેલી આઈઆઈએફએલ ઉપરાંત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈઆઈએફએલના શેરનો ભાવ રૂ. 423 છે. જે ગત શુક્રવારે 2 ટકા સુધી ઘટ્યો હતો. એનએસઈ પર નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો શેર શુક્રવારે 5 ટકા તૂટી રૂ. 137 પર બંધ રહ્યો હતો. માઈન્ડસ્પેસનો શેર શુક્રવારે નજીવી વૃદ્ધિ સાથે રૂ. 343 પર બંધ રહ્યો હતો.

અદાણીના શેર્સ પર પણ નજર

સોમવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપના શેર્સ પર નજર રહેશે. જેમાં હિંડનબર્ગના નવા આરોપોને રોકાણકારો કેવી રીતે જુએ છે, તે જોવાનું રહેશે. ગતવર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપના શેર્સમાં 70 ટકા સુધી ગાબડું જોવા મળ્યુ હતું.

આ પણ વાંચોઃ હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન એન્ડરસન અને કેવી રીતે કમાય છે આ કંપની?

હિંડનબર્ગનો આરોપ

સેબીના ચેરપર્સન માધબી બુચ અને તેમના પતિ પર કથિત અદાણી ફંડની હેરાફેરી મામલે ઉપયોગમાં લેવાયેલ ઓફશોર ફંડમાં હિસ્સો ધરાવતા હતા. રિપોર્ટ અનુસાર, સેબીએ અદાણીના મોરિશિયસ અને ઓફશોર શેલ કંપનીઓને અવગણી છે. ગૌતમ અદાણીના ભાઈ વિનો અદાણી અસ્પષ્ટ ઓફશોર બર્મૂડા અને મોરિશિયસ ફંડ્સનું કંટ્રોલિંગ કરે છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે, આ ફંડ્સનો ઉપયોગ ફંડની હેરાફેરી કરવા અને ગ્રુપના શેર્સના ભાવમાં વધારો કરવા થતો હતો. આવા ફંડ વિદેશી માર્કેટમાં રોકાણ કરે છે, જેને ઓફશોર ફંડ કહે છે, તે વિદેશી ફંડ તરીકે પણ ઓળખાય છે.

આઈઆઈએફએલનો ઉલ્લેખ

હિંડનબર્ગે રિપોર્ટમાં આઈઆઈએફએલએ સેબી ચેરપર્સન અને તેમના પતિ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ઓફશોર ફંડનું સ્ટ્રક્ચર ઘડવા માટે સુવિધા પુરી પાડી હોવાનો આરોપ છે. આ ફંડનો ઉપયોગ અદાણી ગ્રુપના શેર્સની હેરાફેરીમાં થતો હતો. બ્લેકસ્ટોને માઈન્ડસ્પેસ અને નેક્સ સિલેક્ટ ટ્રસ્ટને પણ સ્પોન્સર કર્યો હતો. આ બંને કંપનીઓ 2019 અને 2020માં આઈપીઓ લાવી હતી.  હિંડનબર્ગના લેટેસ્ટ ધડાકાની કઈ કઈ કંપનીના શેર્સ પર થઈ શકે છે અસર? રોકાણકારો ખાસ વાંચે 2 - image


Google NewsGoogle News