Get The App

'મારા પરના આરોપ પાયાવિહોણા, બદનામ કરવાનો પ્રયાસ...' હિંડનબર્ગના ધડાકા સામે SEBI ચેરપર્સનનું નિવેદન

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
'મારા પરના આરોપ પાયાવિહોણા, બદનામ કરવાનો પ્રયાસ...' હિંડનબર્ગના ધડાકા સામે SEBI ચેરપર્સનનું નિવેદન 1 - image


Hindenburg Report On SEBI: અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg) એ ગત વર્ષે ભારતીય અબજપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂકતાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હવે આ વર્ષે તેણે ફરી અદાણીને સંડોવતાં માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) પર નિશાન સાધ્યું. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને SEBI અધ્યક્ષ માધબી પુરી બુચ વચ્ચે કોઇ લિંક હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં SEBIના અધ્યક્ષની ભાગીદારી પણ હતી. હવે આ આરોપો પર SEBIના ચેરપર્સને ખુલાસો કર્યો હતો. 

શું કહ્યું SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે? 

જો કે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એક નિવેદન જારી કરતાં માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે. 

સેબીની કાર્યવાહીના જવાબમાં આ કૃત્યુ કર્યું હોવાનો દાવો 

માધબી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્સિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે. 

'મારા પરના આરોપ પાયાવિહોણા, બદનામ કરવાનો પ્રયાસ...' હિંડનબર્ગના ધડાકા સામે SEBI ચેરપર્સનનું નિવેદન 2 - image


Google NewsGoogle News