વાર્તા રે વાર્તાઃ હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે અદાણી અને સેબીના ચેરપર્સનના ખોખલા જવાબ સામે કેટલાક ઠોસ સવાલ

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
madhabi puri buch and adani


Hindenburg report : અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સાથેની સાંઠગાંઠના આરોપોને અદાણી જૂથે ફગાવી દીધા છે. જો કે આ ખોખલા બચાવ પછીયે કેટલાક સવાલો તો ત્યાંના ત્યાં જ છે. એ વાત આપણે વિગતવાર સમજીએ. 

માધવી પુરી બુચ સાથે કોમર્શિયલ વ્યવહાર નથી: અદાણી

અદાણીના શેરોની કિંમતમાં કથિત રીતે કરાયેલા વધારા ઘટાડા માટે ઓફશોર ફંડમાંથી પૈસા આવ્યા હતા જે વિનોદ અદાણી ચલાવે છે. આ ફંડમાં જ સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનું રોકાણ છે, તો કેવી રીતે કહી શકાય કે તમારી વચ્ચે કોમર્શિયલ નાણાકીય વ્યવહાર નથી થયો. 

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી કોઈ અર્થ નથી: અદાણી

હિંડનબર્ગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ જેમણે તમારું ઈન્વેસ્ટિગેશન કર્યું અને જેમના આધારે તમને ક્લિનચિટ આપી, એ SEBIના ચેરપર્સન તમારી ઓફશોર કંપનીમાં રોકાણકાર છે. જેની ભારતના 140 કરોડ લોકોને જાણ નથી. આ બાબતે અદાણી કે સેબીએ ડિસ્કલોઝર આપ્યું નથી.

અમે ઓફશોર ફંડના રોકાણકારો સુધી પહોંચી શકતા નથી: SEBI

તમે ઓફશોર ફંડ્માં જઈને રોકાણો કરી શકો છો, પરંતુ તેના રોકાણોને શોધી નથી શકતા? તેનું કારણ એ છે કે, તમે પોતે જ તેમાં એક રોકાણકાર છો. 

અમે સમયાંતરે ડિસ્ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે: SEBI

તમે કહો છો સમયાંતરે વિવિધ પ્લેટફોર્મ પર રિપોર્ટ રજૂ કરીએ છીએ. જો કે આ ડિસ્ક્લોઝર ચેક કોણ કરશે? તમે પોતે જ ચેરપર્સન છો. ઈન્કમ ટેક્સ રિટર્નમાં તમે ડિસ્ક્લોઝ કર્યું છે? અને હા, તો તેની કોપી રજૂ કરવી જોઈએ.


Google NewsGoogle News