PhonePe, Paytm પર ક્યારથી કરી શકશો 5 લાખ સુધીનું પેમેન્ટ? જાણો શું છે નવો નિયમ
હવે UPI દ્વારા રૂ. 5 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે
માત્ર હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જ ઉપયોગ કરવામાં આવશે
UPI Transactions: દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી.
UPI ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો
RBIના નવા નિર્ણય બાદ હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે. નવી પોલિસી અનુસાર હવે આ જગ્યાઓ પર 10 જાન્યુઆરી સુધીમાં UPI દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.
પરિપત્ર બહાર પાડ્યો
NPCIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, 'PSPs અને બેંકો, UPI એપ્સ, વેપારીઓ અને અન્ય ચુકવણી કરનારાઓને જરૂરી ફેરફારો કરવા તેમજ સભ્યોને 10 જાન્યુઆરી, 2024 સુધીમાં તેનું પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવે છે.' હાલમાં, નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નિર્ધારિત UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹1 લાખ પ્રતિ દિવસ છે.
MPCની બેઠકમાં લેવાયો નિર્ણય
RBIએ છેલ્લી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં આ ફેરફારની જાહેરાત કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 118 અબજ વ્યવહારો સાથે UPI પ્લેટફોર્મે 2023 માં રૂ. 100 અબજનો આંકડો પાર કર્યો હતો. NPCI ના ડેટા અનુસાર 2022 માં નોંધાયેલા 74 બિલિયન વ્યવહારોની તુલનામાં આ 60% નો વધારો છે. 2023માં UPI વ્યવહારોનું કુલ મૂલ્ય આશરે ₹182 લાખ કરોડ હતું, જે 2022ના ₹126 લાખ કરોડ કરતાં 44% વધારે છે.