Get The App

શેરબજારથી મોદી સરકારને 'તગડી કમાણી', જાણો કેટલું હતું રોકાણ અને કઈ કંપનીએ આપ્યો મોટો નફો

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
શેરબજારથી મોદી સરકારને 'તગડી કમાણી', જાણો કેટલું હતું રોકાણ અને કઈ કંપનીએ આપ્યો મોટો નફો 1 - image


                                                                Image: Freepik

કેન્દ્રને સરકારી કંપનીઓથી આ વખતે લક્ષ્યથી 26 ટકા વધુ 62,929 કરોડનો ડિવિડન્ડ મળ્યો છે. 2022-23માં ડિવિડન્ડ 59,953 કરોડનો હતો. સરકારે નાણાકીય વર્ષ 2023-24માં 50,000 કરોડ ડિવિડન્ડ મળ્યો છે. સરકારી વિભાગ ડીઆઈપીએએમ અનુસાર માર્ચમાં સરકારને ઓએનજીસીથી 2,964 કરોડ, કોલ ઈન્ડિયાથી 2,043 કરોડ, પાવર ગ્રિડથી 2,149 કરોડ, એનએમડીસીથી 1,024 કરોડ અને ગેલથી 1,863 કરોડ રૂપિયા મળ્યા છે. આ સાથે સરકારની શેર બજારોમાં કુલ ભાગીદારી ચાર ગણી વધીને 38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2021માં આ ભાગીદારી લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતી. 

ઈન્ફોસિસને 6,329 કરોડનું ટેક્સ રિફંડ

આઈટી કંપની ઈન્ફોસિસને આશા છે કે ઈન્કમ ટેક્સ વિભાગથી તેને 6,329 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ મળી શકે છે. કંપનીએ વિભિન્ન મૂલ્યાંકન આદેશોનો હવાલો આપતા કહ્યુ કે તેને 2,763 કરોડ રૂપિયાની ટેક્સ માગનો પણ આદેશ મળ્યો છે. કંપની 31 માર્ચ, 2024એ પૂર્ણ થતા ત્રિમાસિક અને નાણાકીય વર્ષના તેના નાણાકીય પરિણામો આઠમી એપ્રિલે જાહેર કરશે.


Google NewsGoogle News