કોના પક્ષમાં લેવાશે નિર્ણય? હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દૂર કરવામાં વીમાધારકોને ફાયદો પણ સરકારને નુકસાન

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
કોના પક્ષમાં લેવાશે નિર્ણય? હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દૂર કરવામાં વીમાધારકોને ફાયદો પણ સરકારને નુકસાન 1 - image


GST On Health Insurance: ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીને વેગ આપવા તેમજ વીમાધારકો પર પ્રીમિયમનું ભારણ ઘટાડવા માટે ઉદ્યોગ જગત અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી દૂર કરવાની માગ કરવામાં આવી છે. જો જીએસટી દૂર કરવામાં આવે તો ઈન્સ્યોરન્સ ખર્ચમાં ઘટાડો થશે, તેમજ વધુને વધુ લોકો ઈન્સ્યોરન્સ ખરીદવા પ્રેરાશે. પરંતુ બીજી બાજુ સરકારની તિજોરીમાં નુકસાન થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી દૂર કરવાથી સરકારની આવકમાં વાર્ષિક ધોરણે રૂ. 3500 કરોડનું નુકસાન થશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું. આ અધિકારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી છૂટ આપવાના ભલામણ પર વિચાર કરનારી ફિટમેન્ટ કમિટિનો હિસ્સો છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 9 સપ્ટેમ્બરે યોજાશે.

આ પણ વાંચોઃ ભારતીયોના ઘરોમાં અમેરિકાના ગોલ્ડ રિઝર્વ કરતાં ત્રણ ગણું વધારે સોનું, કિંમત છે 126 લાખ કરોડ

9 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલ નિર્ણય લેશે

અધિકારીએ જણાવ્યું કે, જો અમે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને સંપૂર્ણપણે જીએસટીમાંથી બાકાત કરીએ તો, સરકારની તિજોરીમાં વાર્ષિક રૂ. 3500 કરોડનું નુકસાન થશે. જો આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે તો તેનાથી સરકારી આવક પર વધુ અસર પડશે. હાલ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લાગુ છે.

શું છે ફિટમેન્ટ કમિટી

ફિટમેન્ટ કમિટીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના આવક વિભાગના અધિકારી સામેલ હોય છે. આ કમિટીને ગ્રાહકો પર આર્થિક બોજો ઘટાડવા માટે લેવાતાં પગલાંથી સરકારની આવકમાં કેટલુ નુકસાન થશે, તે વિશે આંકલન કરે છે. બાદમાં કાઉન્સિલને રિપોર્ટ આપી ભલામણ કરે છે. જીએસટી કાઉન્સિલના પ્રમુખ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને અને અન્ય રાજ્યોના નાણા મંત્રીઓ સામેલ હોય છે.


કોના પક્ષમાં લેવાશે નિર્ણય? હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દૂર કરવામાં વીમાધારકોને ફાયદો પણ સરકારને નુકસાન 2 - image


Google NewsGoogle News