Get The App

હોમ લોન સસ્તી થવાનું સપનું તૂટ્યું, વધુ એક બેન્કે આપ્યો ઝટકો, ઈએમઆઈનો બોજો વધશે

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
Loan Interest Rates


HDFC Bank Hikes Interest Rate: આરબીઆઈ દ્વારા સતત નવમી વખત ઉંચા વ્યાજના દરો જાળવી રાખવામાં આવતાં લોનધારકો ઉંચા ઈએમઆઈના બોજા હેઠળ દબાયેલા છે, તેવામાં દેશની ટોચની ખાનગી બેન્કે લોનના દરોમાં વધારો કરતાં ગ્રાહકોને ઝટકો આપ્યો છે.

વ્યાજના દરો વધાર્યા

ખાનગી સેક્ટરની ટોચની બેન્ક એચડીએફસી બેન્કે પોતાના વ્યાજના દરોમાં ફેરફાર કર્યા છે, જેમાં જુદા-જુદા સમયગાળાના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં ફેરફાર કર્યો છે. જેની અસર લોનધારકો પર થઈ છે. બેન્કે એમસીએલઆર દરોમાં 5 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે, નવા દરો 7 સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ શેરબજાર ફ્લેટ ખૂલ્યા બાદ સુધર્યા, સેન્સેક્સ 375 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

હોમ લોન મોંઘી થઈ

એચડીએફસી બેન્કે વિવિધ મુદત માટે લોનના વ્યાજ દરમાં 5 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા ફેરફાર બાદ MCLRમાં ત્રણ મહિનાના સમયગાળા માટે 5 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 3 મહિના માટે વ્યાજ દર 9.25 ટકાથી વધી 9.30 ટકા કર્યો છે. તેવી જ રીતે, 6 મહિનાની લોન માટેનો નવો વ્યાજ દર 9.30 ટકા, એક વર્ષના સમયગાળા માટે 9.45 ટકા અને બે વર્ષ માટે 9.45 ટકા વ્યાજદર રહેશે.

હવે વધુ વ્યાજ ચૂકવવુ પડશે

બેન્કના આ નિર્ણયને કારણે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન લેનારા લોકોને વધુ વ્યાજ ચૂકવવું પડશે. તેમના ઈએમઆઈ પણ વધતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે. લોન લેનારાઓ પર એકંદરે બોજ વધ્યો છે. માત્ર એચડીએફસી બેન્ક જ નહીં પરંતુ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ ગયા મહિને વિવિધ મુદત માટે લોનના વ્યાજ દરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. એસબીઆઈ ઉપરાંત કેનેરા બેન્ક, યુકો બેન્ક અને બેન્ક ઓફ બરોડા પણ લોના વ્યાજમાં વધારો કરી ચૂક્યા છે.

હોમ લોન સસ્તી થવાનું સપનું તૂટ્યું, વધુ એક બેન્કે આપ્યો ઝટકો, ઈએમઆઈનો બોજો વધશે 2 - image


Google NewsGoogle News