ફ્લાઈટમાં હિન્દુ અને શીખ મુસાફરોને નહીં પીરસવામાં આવશે 'હલાલ' ફૂડ: Air Indiaની મોટી જાહેરાત
Image Source: Twitter
Halal Food Air India: હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટને લઈને એર ઈન્ડિયાએ મોટું એલાન કર્યું છે. ટાટાની માલિકીની કંપની એર ઈન્ડિયાએ મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે હિન્દુ અને શીખ મુસાફરોને હલાલ ફૂડ પીરસવામાં નહીં આવશે. વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે મર્જર અને તેના સંચાલનમાં અનેક ગણા વધારા સાથે જ એરલાઈન કંપનીએ હવે મુસાફરો માટે ભોજનનું પ્રી-બુકિંગ ફરજિયાત કરી દીધું છે.
અગાઉથી બુક કરાવવું પડશે હલાલ ફૂડ
ટાટા કંપનીની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાના નવા આદેશ પ્રમાણે હલાલ પ્રમાણપત્ર હવે માત્ર 'મુસ્લિમ ફૂડ' (MoML) માટે જ ઉપલબ્ધ રહેશે અને તેને પણ અગાઉથી બુક કરાવવું પડશે. માત્ર સાઉદી અરેબિયા અને હજ ફ્લાઈટ્સ જેવા કેટલાક વિસ્તારોમાં જ તમામ હલાલ ફૂડ ઉપલબ્ધ હશે. એર ઈન્ડિયાએ કહ્યું કે, 'MOML સ્ટીકર લેબલ સાથેનું ભોજન પ્રી-બુકિંગ પછી જ આપવામાં આવશે. આ સાથે જ સાઉદી સેક્ટર માટે નોન-વેજ ફૂડ હલાલ હશે. આ ઉપરાંત હજ ફ્લાઈટની સાથે જેદ્દાહ, દમ્મામ, રિયાધ, મદીના સેક્ટરને હલાલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
મુસ્લિમ મીલને લઈને પણ આવ્યો આદેશ
થોડા સમય પહેલા જ હલાલ સર્ટિફાઈડ ફૂડને મુસ્લિમ મીલ નામ આપવા બદલ એર ઈન્ડિયાએ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે કંપનીએ નિર્ણય લીધો છે કે મુસ્લિમ મીલની જગ્યાએ સ્પેશિયલ મીલ (Air India Special Meal) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો: ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર
જ્યારે એર ઈન્ડિયાએ મુસ્લિમ મીલ નામથી ફૂડ ઈન્ટ્રોડ્યૂસ કર્યું હતું ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો. રાજકીય પક્ષોએ પણ તેના પર વાંધો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે હવે તો ભોજનને પણ હિંદુ-મુસ્લિમોમાં વહેંચવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ટાટાએ નિર્ણય લીધો કે, હવેથી હલાલ સર્ટિફાઈડ મીલને મુસ્લિમ મીલના બદલે સ્પેશિયલ મીલ કહેવામાં આવશે.
એર ઈન્ડિયાએ આ ફેરફાર પર શું કહ્યું ?
એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'અમે હંમેશા મુસાફરોની સુવિધા માટે ફૂડ ઓપ્શન્સ આપ્યા છે. હવે ફૂડ સર્વિસને સુવ્યવસ્થિત કરવામાં આવી છે. હવે ભોજન અગાઉથી બુક કરાવવું પડશે. તમને જણાવી દઈએ કે, અગાઉ પ્રમાણમાં નાની એર ઈન્ડિયા (વિસ્તારા સાથે મર્જર પહેલા) ભોજનના પ્રી-બુકિંગ પર વધારે ભાર નહોતી આપતી.