Get The App

વેપારીઓ માટે રાહતના સમાચાર, જૂના બાકી જીએસટી પર હવે વધારાનો ચાર્જ-પેનલ્ટી આપવા નહીં પડે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
GST Old Dues

Image: IANS



GST Old Dues Notification: કેન્દ્ર સરકારે વેપારીઓને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે જારી કરવામાં આવેલા જીએસટી ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ હવે વ્યાજ અને દંડ વિના તેમની બાકી ચૂકવણી કરી શકશે.

નોન-ફ્રોડલ કેટેગરીને મળશે લાભ

જો કે, શરત એ છે કે ટેક્સ-ડિમાન્ડ નોટિસ નોન-ફ્રોડલ કેટેગરીની હોવી જોઈએ. આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ લાભ 1 નવેમ્બરથી જીએસટી કરદાતાઓ માટે લાગુ થશે. આ જીએસટી મુક્તિ યોજના સરકાર દ્વારા સામાન્ય બજેટ-2024માં જાહેર કરવામાં આવી હતી.

ટેક્સ વિવાદો ઘટાડવાની પહેલ

સરકાર દ્વારા ટેક્સ વિવાદોમાં ઘટાડો કરવાના હેતુ સાથે આ પ્રકારના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. જીએસટી કાયદાની નવી કલમ 128A હેઠળ સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે, જે જીએસટી સત્તાવાળાઓને કરદાતાઓ પર અનુપાલનનું દબાણ ઘટાડવા માટે છૂટછાટ રજૂ કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચોઃ યુવાનોને તાલીમની સાથે દરમહિને મળશે રૂ. 5000 સ્ટાઈપેન્ડ, ટૂંકસમયમાં શરૂ થશે આ સરકારી યોજના

31 માર્ચ, 2025 સુધી ચૂકવણી કરી શકાશે

જીએસટી કાઉન્સિલની 53મી બેઠકના નિર્ણય મુજબ, તેનો ઉદ્દેશ્ય એવા વિવાદોને ઉકેલવાનો છે કે જ્યાં કાયદાની ગેરસમજ અથવા અર્થઘટનને કારણે ઉદ્દભવેલી કર જવાબદારીઓને કારણે ટેક્સ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે. આ મુક્તિનો લાભ મેળવવા માટે, GST ડિમાન્ડ નોટિસમાં બાકી રકમ 31 માર્ચ, 2025 સુધીમાં ચૂકવવાની રહેશે.

એકવાર તમે સંપૂર્ણ બાકી ચૂકવણી કરી લો. તેની સાથે સંકળાયેલ વ્યાજ અને પેનલ્ટીની રકમ માફ કરવામાં આવશે અને તમારી પતાવટ પૂર્ણ થશે. આ છૂટ ફક્ત નોન-ફ્રોડલ કેટેગરીમાં સામેલ નાણાકીય વર્ષ 2017-18 થી 2019-20 સુધીની જીએસટી ડિમાન્ડ નોટિસ માટે છે, જો કોઈને આ સમયગાળા દરમિયાન છેતરપિંડીના કારણે જીએસટી ડિમાન્ડ નોટિસ મળી હોય, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.

વેપારીઓ માટે રાહતના સમાચાર, જૂના બાકી જીએસટી પર હવે  વધારાનો ચાર્જ-પેનલ્ટી આપવા નહીં પડે 2 - image


Google NewsGoogle News