ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર, ફરી સર્જાયો રેકોર્ડ

ઓક્ટોબર 2023માં ₹ 1.72 લાખ કરોડનું ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન થયું

આવું બીજી વાર બન્યું કે આ કલેક્શન આટલા લેવેલે પહોંચ્યું હોય

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર, ફરી સર્જાયો રેકોર્ડ 1 - image


GST Collection: ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ 70 હજાર કરોડના આંકડાને પર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવું બીજી વાર બન્યું છે કે કલેક્શન આ લેવલ સુધી પહોંચ્યું હોય. ઓકટોબરનું જીએસટી કલેક્શન વાર્ષિક 13 ટકા વધ્યું છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર 2022માં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. 

એપ્રિલ બાદ સૌથી વધુ 

નાણા મંત્રાલયે કહ્યું કે ઓક્ટોબર 2023નું જીએસટી કલેકશન એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2023-24માં એવરેજ માસિક જીએસટી કલેક્શન ₹1.66 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા 11 ટકા વધુ છે. 

કલેકશનના આંકડા

જીએસટી કલેક્શન ₹1,72,003 કરોડ છે, જેમાં ₹30,062 કરોડ CGST છે. જ્યારે, ₹38,171 કરોડ SGST છે. આ સિવાય ₹91,315 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹42,127 કરોડ સહિત) IGST છે. તે જ સમયે, 12,456 કરોડ રૂપિયાનો સેસ છે (સામાનની આયાત પર એકત્રિત કરાયેલા ₹1,294 કરોડ સહિત). કેન્દ્ર સરકારે IGST થી CGST માટે ₹42,873 કરોડ અને SGSTને ₹36,614 કરોડ સેટલ કાર્ય છે.

ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર, ફરી સર્જાયો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News