Get The App

જૂની કારના વેચાણ પર 18% GST તમામ માટે નથી, સરળ રીતે સમજો કેવી રીતે ચૂકવવો પડશે ટેક્સ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
GST


18% GST On Used Cars: જીએસટી કાઉન્સિલ દ્વારા આ વખતની બેઠકમાં કરવામાં આવેલી જાહેરાતોથી પ્રજા સ્તબ્ધ બની છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો પોપકોર્નની જુદી-જુદી વેરાયટી પર જુદો-જુદો જીએસટી રહ્યો છે. પરંતુ આ સિવાય યુઝ્ડ અને જૂની કારના વેચાણ પર 18 ટકા જીએસટીનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. 

યુઝ્ડ-જૂની કારના વેચાણ પર પણ જીએસટી ચૂકવવા મુદ્દે સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેના પર સ્પષ્ટતા આપતાં લોકોને રાહત થઈ છે.

કેવી રીતે લાગશે 18 ટકા જીએસટી 

જૂની અને વપરાયેલી કારના વેચાણ પર 18 ટકા જીએસટી ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત પર લાગુ થશે. જો કે, તેમાં પણ ઘસારો બાદ મળશે. અર્થાત જો 12 લાખની કિંમતમાં ખરીદેલી ગાડી રૂ. 9 લાખમાં વેચવામાં આવે તો તેનુ માર્જિન રૂ. 3 લાખ થશે. આ માર્જિનમાં પણ જો ઘસારા માટે અપીલ કરશો તો, કોઈપણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય: હવે બજારમાં એવી કાર આવશે, જેનો હાઈટેક પેઈન્ટ જ કાર ચાર્જ કરી દેશે

ઘસારો બાદ મળશે

સામાન્ય રીતે જૂની અને યુઝ્ડ કાર ખરીદ કિંમત કરતાં ઓછા ભાવે જ વેચાતી હોય છે. કારણકે તેના પર ઘસારો લાગુ પડે છે. આ ઘસારો મોંઘવારી અને વપરાશના વર્ષના આધારે નક્કી થાય છે. વધુમાં વ્યક્તિગત ધોરણે વેચવામાં આવેલી કાર પર કોઈ જીએસટી લાગુ થશે નહીં. અર્થાત જીએસટી રજિસ્ટર્ડ સેલર પર જ આ ટેક્સ લાગુ થશે.

આવી રીતે ટેક્સ લાગુ થશે

જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં જૂની કારના વેચાણ પર જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ માત્ર જીએસટી રજિસ્ટર્ડ યુઝ્ડ કારનો બિઝનેસ કરતાં લોકો પર જ લાગુ છે. સામાન્ય વ્યક્તિ પર તેનો બોજો પડશે નહીં. તેમાં પણ જીએસટી રજિસ્ટર્ડ ડીલર્સે પ્રોફિટ માર્જિનમાં જ ટેક્સ ચૂકવવો પડશે આ સિવાય નુકસાનમાં ટેક્સ લાગુ થશે નહીં.

ધારો કે, જૂની કારની લે-વેચ કરતાં વેપારીને રૂ. 5 લાખમાં કાર વેચી હોય અને તેણે તેમાં રૂ. 50000નો ખર્ચ કરી કાર અન્યને રૂ. 6 લાખમાં વેચી દીધી હોય તો તેને રૂ. 50000 બાદ મળશે. પરંતુ રૂ. 50000ના નફા પર 18 ટકા ટેક્સ અર્થાત રૂ. 9000 ટેક્સ પેટે ચૂકવવા પડશે. 


જૂની કારના વેચાણ પર 18% GST તમામ માટે નથી, સરળ રીતે સમજો કેવી રીતે ચૂકવવો પડશે ટેક્સ 2 - image


Google NewsGoogle News