Get The App

ઈતિહાસ રચાયો: એપ્રિલ-2023માં GST કલેક્શન રૂ.1.87 લાખ કરોડે પહોંચ્યું, PM મોદીએ ખુશી વ્યક્ત કરી

એપ્રિલ-2022માં રૂ.1,67,540 કરોડ, જ્યારે માર્ચ-2023માં રૂ.1,60,122 કરોડ GST કલેક્શન નોંધાયું

એપ્રિલ-2022ના મુકાબલે એપ્રિલ-2023માં 19,495 કરોડ રૂપિયા વધુ GST કલેક્શન કરાયું

Updated: May 1st, 2023


Google NewsGoogle News
ઈતિહાસ રચાયો: એપ્રિલ-2023માં GST કલેક્શન રૂ.1.87 લાખ કરોડે પહોંચ્યું, PM મોદીએ ખુશી વ્યક્ત કરી 1 - image

નવી દિલ્હી, તા.01 મે-2023, સોમવાર

એપ્રિલ-2023માં GST કલેક્શના આંકડાઓએ ઈતિહાસ રચી દીધો છે. એપ્રિલમાં 1.87 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું છે, જે અત્યાર સુધીનો ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં 1,60,122 કરોડ રૂપિયા GST કલેક્શન નોંધાયું હતું. ગત વર્ષે એપ્રિલ 2022માં 1,67,540 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયું હતું. એટલે કે એપ્રિલ-2022ના મુકાબલે એપ્રિલ-2023માં 19,495 કરોડ રૂપિયા વધુ GST કલેક્શન કરાયું છે.

એક વર્ષમાં 12 ટકા વધુ જીએસટી કલેક્શન નોંધાયું

નાણાં મંત્રાલયે જીએસટી ડેટા બહાર પાડી જણાવ્યું કે, ગત વર્ષે એપ્રિલ-2023ના મુકાબલે આ વર્ષે એપ્રિલ-2023માં 12 ટકા વધુ કલેક્શન થયું છે. 20 એપ્રિલ-2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા, જેમાંથી એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે. આ અગાઉ ગત વર્ષે 20 એપ્રિલ-2023ના રોજ એક દિવસમાં રેકોર્ડ ટ્રાન્જેક્શન 9.6 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જેમાં 57,846 કરોડ જીએસટી કલેક્શન થયું હતું. ડેટા મુજબ એપ્રિલમાં કુલ 1,87,035 કરોડ જીએસટી કલેક્શનમાંથી સીજીએસટી કલેક્શન 38440 કરોડ રૂપિયા, એસજીએસટી કલેક્શન 47412 કરોડ રૂપિયા, આઈજીએસટી 89158 કરોડ રૂપિયા અને સેસમાં 12.025 કરોડ રૂપિયા કલેક્શન નોંધાયું છે. .

PM મોદીએ વ્યક્ત કરી ખુશી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ GST કલેક્શન પર ટ્વીટ કરી જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આ બહુ મોટા સમાચાર છે. ઓછો ટેક્સ રેટ હોવા છતાં ટેક્સ કલેક્શન દર્શાવે છે કે, GST ઈન્ટીગ્રેશન અને અમલમાં કેવી રીતે સફળ રહ્યું છે.

માર્ચ 2023માં 9 કરોડ e-way બિલ જનરેટ કરાયા

જોકે આ પહેલીવાર એવું બન્યું છે કે, જીએસટી કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. માર્ચ 2023માં 9 કરોડ e-way બિલ જનરેટ કરવામાં આવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં 8.1 કરોડ e-way બિલ જનરેટ કરાયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની એપ્રિલની રેવન્યુ પર નજર નાખીએ તો કેન્દ્રની આવક રેગ્યુલર સેટલમેન્ટ બાદ 84304 કરોડ રૂપિયા સીજીએસટી રહ્યું છે, જ્યારે રાજ્યોની એસજીએસટી 85371 કરોડ રૂપિયા નોંધાયું છે.


Google NewsGoogle News