Get The App

જીએસટીના દરોડામાં પાન મસાલાના ઉત્પાદકોની રૃા.૨.૫ કરોડની ચોરી પકડાઈ

દરોડા પાડનારા અધિકારીઓને બિલ વિના જ કુલ મળીને ૪૨.૧૨ લાખના પાઉચ મળી આવ્યા

જીએસટીની ચોરી પકડી પાડવામાં કચેરીના અધિકાીરઓ સફળ થયા

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
જીએસટીના દરોડામાં પાન મસાલાના ઉત્પાદકોની રૃા.૨.૫ કરોડની ચોરી પકડાઈ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર 

પાન મસાાલા અને તમાકુગુટકાના પાઉચના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા પર પાડવામાં આવેલા દરોડામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના અધિકારીઓએ રૃા. ૨.૫૫ કરોડની જીએસટીની ચોરી પકડી પાડી છે. દરોડા દરમિયાન તેમણએ ૪૨.૧૨ લાખના બિનહિસાબી પાનમસાલા પાઉચનો જથ્થો પકડી પાડયો હતો.


અગાઉથી મળેલી બાતમીને આધારે ચોથી ફેબુ્રઆરીએ પાડવામાં આવેલા દરોડામાં જીએસટી અધિકારીઓએ પાનમસાલાના અંદાજે છ વાહનોને આંતર્યા હતા. આ વાહનોની ચકાસણી કરવામાં આવતા તેમની પાસેથી રૃા. ૪૨.૧૨ લાખના મૂલ્યના બિનહિસાબી પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચના માધ્યમથી રૃા. ૨.૫૫ કરોડની જીએસટીની ચોરી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


GST-Raid

Google NewsGoogle News