Get The App

GST કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા, જાણો તમને કઈ રીતે થશે ફાયદો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
Premium On Insurance


GST Council will take Decision On Insurance Premium: GST કાઉન્સિલની બેઠક આવતીકાલે 9 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સૌથી મહત્વનો મુદ્દો ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી રહેશે. આ સિવાય આ બેઠક દરમિયાન ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. મંત્રીઓના જૂથે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી દરને તર્કસંગત બનાવવાની ભલામણ કરી હતી. જો નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની જીએસટી કાઉન્સિલ જીએસટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લે, તો તે ગ્રાહકો માટે મોટી રાહતના સમાચાર બનશે.

ફિટમેન્ટ કમિટી ઈન્સ્યોરન્સ પર રિપોર્ટ રજૂ કરશે

સુત્રો અનુસાર, ફિટમેન્ટ કમિટી લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પર તેનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ કમિટીમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓનો સમાવેશ થાય છે. હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24માં, કેન્દ્ર અને રાજ્યોએ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ દ્વારા રૂ. 8262.94 કરોડની કમાણી કરી હતી. આ સિવાય હેલ્થ  ઈન્સ્યોરન્સ રિન્યૂ કરવા પર પ્રિમિયમમાં રૂ. 1484.36 કરોડ મળ્યા હતા. જો જીએસટી ઘટશે તો આ આંકડા પર શું અસર થશે તેની પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 28 ટકા વધીને 57 અબજ ડૉલર

નીતિન ગડકરી સહિત અનેક સાંસદોએ માંગણીઓ કરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સરકાર સાથે જોડાયેલા ઘણા સાંસદો સહિત વિપક્ષોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. નિર્મલા સીતારમણે ફાઇનાન્સ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જીએસટી કલેક્શનનો 75 ટકા હિસ્સો રાજ્યોને જાય છે. આવી સ્થિતિમાં રાજ્યોએ જીએસટીમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ લાવવો પડશે. હાલમાં જીએસટી કાઉન્સિલ જીએસટી સ્લેબમાં કોઈ ફેરફાર કરવા માંગતી નથી. જો કે, તે કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવા તૈયાર છે.

ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ ઘટશે નહીં

આ સિવાય સોમવારે ઓનલાઈન ગેમિંગ પરના ટેક્સ રિપોર્ટ પર પણ ચર્ચા થઈ શકે છે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ઓક્ટોબર 2023થી 28 ટકા જીએસટી લાદવામાં આવ્યો હતો. જો કે, ઉભરતી ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ જીએસટીમાં ઘટાડો કરવા માગ કરી છે, કારણકે, જીએસટીના ભારણના લીધે ગ્રાહકોની સંખ્યા ઘટી છે, કંપનીનો ગ્રોથ થંભી ગયો છે, તેમજ એફડીઆઈ રોકાણ પણ ઘટ્યું છે. જો કે, સુત્રોએ દાવો કર્યો હતો કે આવું થવાની શક્યતાઓ નહિવત્ છે. બીજી બાજુ નકલી રજીસ્ટ્રેશન કરનારી કંપનીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જીએસટી ઈન્ટેલિજન્સ આવી કંપનીઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે.

GST કાઉન્સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા, જાણો તમને કઈ રીતે થશે ફાયદો 2 - image


Google NewsGoogle News