છૂટક વેચાતા પોપકોર્નની વરાયટીના વેચાણ પર જીએસટી નક્કી કરવા અધિકારીઓએ ગલ્લે ઊભા રહેવું પડશે
- બહુધા છૂટક જ વેચાતા પોપકોર્નની વરાયટી પર અલગ અલગ જીએસટીના દર
- સરકારના બે ભૂતપૂર્વ આર્થિક સલાહકારોએ પણ પોપકોર્ન પરના વેરાના પગલાંની આકરી ટીકા કરી : પોપકોર્ન પરનો જીએસટી તર્કસંગત જ નથી
નવી દિલ્હી : નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને રાજ્ય પ્રતિનિધિઓ સાથેની જીએસટી કાઉન્સિલે શનિવારે મીઠા અને મરીમસાલાવાળા પોપકોર્ન પર પાંચ ટકા, પ્રીપેકેજ્ડ અને બ્રાન્ડેડ પોપકોર્ન પર ૧૨ ટકા અને સુગર કન્ફેક્શનરી તરીકે વર્ગીકૃત કેરેમલ પોપકોર્ન પર ૧૮ ટકા જીએસટી વસૂલવાની હાસ્યાસ્પદ જાહેરાત કરી છે. નાણાં મંત્રીના આ નિર્ણય પછી દરેક ગલ્લે જઈને અધિકારીઓ કયા પોપકોર્ન મસાલાવાળા છે અને કયા જોવા માટે ઊભા રહેશે ત્યારે તેઓ વેરો વસૂલી શકશે.ફિલ્મ જોવા માટે પબ્લિક થિયેટર જાય ત્યારે જ પોપકોર્ન ખાસ ખવાય છે. તેમાં આ પ્રકારની અલગ વરાયટીના પોપકોર્ન છે તે સરકાર કઈ રીતે નક્કી કરશે તે એક મોટો સવાલ છે. તેથી જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણના પોપકોર્નની અલગ અલગ વરાયટી પરનો અલગ અલ ગ જીએસટીનો ે નિર્ણય ગરમાગરમ ચર્ચાનો વિષય બની ગયો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણય સામે કેન્દ્ર સરકારના જ બે ભૂતપૂર્વ આર્થિક સલાહકારોએ ૨૦૧૭થી શરૂ થયેલી જીએસટી કાર્યપ્રણાલિ સામે સવાલ ઊઠાવ્યા છે.
કેન્દ્ર સરકારના સુગર અને સ્પાઇસ કન્ટેન્ટના આધારે પોપકોર્ન પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાની જાહેરાતે ગરમાગરમ ચર્ચા છેડી દીધી છે. કેરેમલ પોપકોર્ન પર ૧૮ ટકા વેરો લાદવાનું કારણ સમજાવતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સુગર ઉમેરાઈ હોય તેવી કોઈપણ પ્રોડક્ટ્નો ટેક્સ જુદી રીતે લેવાશે. સરકારની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર રીતસર વિરોધનો વંટોળ ઊભો કર્યો છે. વિપક્ષના રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ અને કેન્દ્ર સરકારના સમર્થકો પણ આ પગલાંની આકરી ટીકા કરી રહ્યા છે. બીજા કેટલાય લોકો તેના મીમ્સ બનાવીને તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. ભૂતકાળમાં એટલે કે ઓક્ટોબર ૨૦૨૪ના અરસામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઓર્ડિનરી બન પર શૂન્ય ટકા જીએસટી રાખ્યો હતો. તેના પર બટર કે જામ લગાડીને વેચે તો તે જ બન પર ૧૮ ટકા જીએસટી લાદવાનો હાસ્યાસ્પદ નિર્ણય કર્યો હતો. બન બટર કે જામ લગાવીને કે પછી લગાવ્યા વિના વેચ્યો તે નક્કી કઈ રીતે કરવું તે એક સમસ્યા બની ગઈ હતી. અન્નપૂર્ણા ચેઈન રેસ્ટોરાંના માલિકે કોરા બન, બટરવાળા બન અને જામવાળા બન પર અલગ અલગ જીએસટી કઈ રીતે ચાાર્જ કરવો તે જ એક મોટી સમસ્યા હોવાની આ નિર્ણયને હાસ્યાસ્પદ નિર્ણય તરીકે ઓળખાવ્યો હતો. આ રીતે બન પર જીએસટી વસૂલવો કઠિન હોવાનો નિર્દેશ તેણે આપ્યો હતો. જોકે આ બેકરીવાળાએ આખરે નાણાં મંત્રીની માફી માગવી પડી હતી.
પરંતુ પોપકોર્નની બાબતમાં પણ મરીમસાલાવાળા પોપકોર્ન પર ૫ ટકા, પ્રીપેક્ડ પોપકોર્ન પર ૧૨ ટકા અને સુગર કન્ફેક્સનવાળા પોપકોર્ન પર ૧૮ ટકા જીએસટી લેવાનું નક્કી કર્યું છે. પરંતુ બજારમાં બહુધા છૂટક વેચાતા પોપકોર્નમાંથી કેટલા પોપકોર્ન મરીમસાલાવાળા અને કેટલા સુગર કન્ફેક્શનરી વાળા તથા કેટલા પોપકોર્ન બ્રાન્ડેડ પેકેટમાં વેચાયા તે નક્કી કરવા કઠિન છે. કયા પોપકોર્ન કેટલા વેચાયા અને તેના પર કેટલો જીએસટી ભરવાને પાત્ર બને છે તે નક્કી કરવા માટે જીએસટીના અધિકારીઓએ થિયેટરના પોપકોર્નના સ્ટોર પર રીતસર ફિલ્ડિંગ ભરવી પડી શકે છે.
ભારતના અગાઉના ચીફ ઇકોનોમિક એડવાઇઝર કે વી સુબ્રમણ્મયમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જટિલતા તે અમલદાર માટે આનંદની વસ્તુ છે, પણ નાગરિકો માટે દુસ્વપ્ન સમાન છે. તેમણે આ નિર્ણય પાછળના તર્ક અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે તેનાથી કર આવક તો ઘટશે જ, પરંતુ તેની સાથે નાગરિકોને પણ તકલીફ પડશે.
તેમના પુરોગામી અરવિંદ સુબ્રમણ્યમે પણ જણાવ્યું હતું કે જીએસટી લાવવાનું ધ્યેય જ કરપ્રણાલિમાં સરળતા અને તર્કસંગતતા હતુ, આ પ્રકારના તર્કવિહીન પગલાંના લીધે જટિલતા વધશે અને તેનો અમલ પણ મુશ્કેલ બનશે.