GST Council: ઓનલાઈન ગેમિંગથી માલામાલ થઈ સરકાર, 412 ટકાના વધારા સાથે તિજોરીમાં આવ્યા આટલા કરોડ રૂપિયા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
GST Council: ઓનલાઈન ગેમિંગથી માલામાલ થઈ સરકાર, 412 ટકાના વધારા સાથે તિજોરીમાં આવ્યા આટલા કરોડ રૂપિયા 1 - image


GST Council:  GST કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'છેલ્લા 6 મહિનામાં ઓનલાઈન ગેમિંગથી ટેક્સમાં 412 ટકાનો વધારો થયો છે. જેના કારણે સરકારની તિજોરીમાં 6909 કરોડ રૂપિયાનો વધારો થયો છે. GST કાઉન્સિલની 54મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.' આ ઉપરાંત દર તર્કસંગતતા પર મંત્રી જૂથ (GoM) અને રિયલ એસ્ટેટ પર GoMએ આજની સ્થિતિ પર  અહેવાલો રજૂ કર્યા હતા. ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર સ્થિતિ વિશે વાત કરવામાં આવી હતી. 

ઓનલાઈન ગેમિંગGST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરાયા

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે જુલાઈ 2023માં GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર સટ્ટાબાજી પરના GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યા હતા. જો કે સરકારના આ નિર્ણયની ટીકા પણ થઈ હતી. તેમ છતાં પણ સરકારે ટેક્સના દરમાં કોઈ છૂટ આપી નહોતી. 1 ઓક્ટોબર, 2023 થી ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ બેટ્સ પર 28 ટકા GST લેવામાં આવી રહ્યો છે.

સીતારમણે કહ્યું કે, 2 નવા GOM બનાવવામાં આવ્યા છે. આ GOM એક મેડિકલ અને આરોગ્ય વીમા પર છે. આ બિહારના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દરોને તર્કસંગત બનાવવા માટે આ એક GOM હશે, પરંતુ આ મર્યાદિત હેતુ માટે નવા સભ્યો ઉમેરવામાં આવશે. અમે તેમને કહ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરે અને ઓક્ટોબર 2024ના એન્ડ સુધીમાં રિપોર્ટ લઈને આવશે. નવેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠક GOM તરફથી આવતા આ રિપોર્ટના આધારે અંતિમ રૂપ આપવામાં આવશે. 


Google NewsGoogle News