મોદી સરકાર માટે ખુશખબરી, ઓગસ્ટ-2024માં GST કલેક્શનમાં ધરખમ વધારો, જુઓ આંકડો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
GST

Image: IANS


GST Collection In August: કેન્દ્ર સરકારની તિજોરીમાં આવક વધી છે. જેની પાછળનું કારણ જીએસટી કેલક્શનમાં સતત વધારો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 10 ટકા વધ્યા છે. ઓગસ્ટમાં સરકારે રૂ. 1.75 લાખ કરોડનું ક્લેક્શન કર્યું છે. જે ગતવર્ષની રૂ. 1.59 લાખ કરોડની તુલનાએ 10 ટકા વધુ છે. જો કે, માસિક ધોરણે ગતમહિનાની તુલનાએ જીએસટી કલેક્શન ઘટ્યું છે. જુલાઈમાં રૂ. 1.82 લાખ કરોડની આવક જીએસટી પેટે થઈ હતી.

પાંચ માસમાં જીએસટી કલેક્શન વધ્યું

વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જીએસટી કલેક્શન 10.1 ટકા વધીને રૂ. 9.14 લાખ કરોડ નોંધાયું છે. સ્થાનિક આવક 9.2 ટકા વધીને રૂ. 1.25 લાખ કરોડ થઈ છે, જ્યારે ગયા વર્ષના આંકડાની સરખામણીએ નિકાસ આવક 12.1 ટકા વધીને રૂ. 49,976 કરોડ થઈ છે.

આ પણ વાંચોઃ Job Vacancy: DRDOમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક, આ રીતે અપ્લાય કરી શકો છો

રૂ. 24 હજાર કરોડના રિફંડ જાહેર

ઓગસ્ટમાં કેન્દ્ર સરકારના આઈટી વિભાગ દ્વારા રૂ. 24460 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે. જે વાર્ષિક ધોરણે 38 ટકા વધ્યા છે. રિફંડના એડજસ્ટમેન્ટ બાદ નેટ ડોમેસ્ટિક રેવેન્યુ 1.11 લાખ કરોડના 4.9 ટકા વધી છે. જ્યારે IGST કલેક્શન 11.2 ટકા વધ્યું છે. રિફંડ એડજસ્ટમેન્ટ બાદ નેટ જીએસટી રેવન્યુ ગતમહિને 6.5 ટકા વધી રૂ. 1.5 લાખ કરોડ થઈ છે.

જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 9 સપ્ટેમ્બરે

જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 9 સપ્ટેમ્બરે યોજાવાની અપેક્ષા છે. જેમાં લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સમાં છૂટ આપવા વિચારી રહી છે. હાલ તેના પર 18 ટકા જીએસટી લાગુ છે. 

મોદી સરકાર માટે ખુશખબરી, ઓગસ્ટ-2024માં GST કલેક્શનમાં ધરખમ વધારો, જુઓ આંકડો 2 - image


Google NewsGoogle News