જીએસટી કલેક્શન પહોંચ્યું 15 લાખ કરોડ રૂપિયાની નજીક, નાણા મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

નાણાકીય વર્ષ 2023-24ના 9 મહિનામાં આ આંકડો 15 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
જીએસટી કલેક્શન પહોંચ્યું 15 લાખ કરોડ રૂપિયાની નજીક, નાણા મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ 1 - image


GST Collection Rise: દેશમાં જીએસટી કલેક્શનમાં ફરી એકવાર વધારો થયો છે. નાણા મંત્રાયલના ડેટા અનુસાર,એપ્રિલ અને ડિસેમ્બર 2023ની વચ્ચે જીએસટી કલેક્શન 12 ટકા વધીને 14.97 લાખ કરોડ પહોંચી ગયું છે. વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 1.65 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. વર્ષ 2023માં 10 મહિના સુધી જીએસટી કલેક્શનનો આંકડો 1.5 લાખ કરોડને વટાવી ગયો છે.

નાણા મંત્રાયલે નવા વર્ષે આંકડા જાહેર કર્યા છે 

નાણા મંત્રાયલે નવા વર્ષમાં જીએસટીના આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2023માં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બરમાં આ આંકડો 1.65 લાખ કરોડ હતું, જે માસિક ધોરણે લગભગ બે ટકા ઓછો છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જીએસટી કલેક્શનના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. માસિક કલેક્શન સરેરાશ 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. 

નાણાકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શન વધવા લાગ્યું

નાણા મંત્રાયલ અનુસાર, નાણાકીય વર્ષ 2017-18માં જીએસટી કલેક્શનની માસિક સરેરાશ રૂપિયા એક લાખ કરોડ હતું. કોરોના મહામારી બાદ નાણાકીય વર્ષ 2020-21માં વધવા લાગ્યું. ત્યાર બાદ નાણાકીય વર્ષ 2023-23માં માસિક સરેરાશ 1.51 લાખ કરોડ રૂપિયા હતું. 

ઈન્ટિગ્રેટેડ જીએસટી 84,255 કરોડ રૂપિયા રહ્યું

ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ જીએસટી 30,443 કરોડ  અને સ્ટેટ  જીએસટી 37,935 કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ જીએસટી 84,255 કરોડ રૂપિયા અને સેસ 12,249 કરોડ રૂપિય રહ્યું છે. સરકારે ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી 40,057 કરોડ રૂપિયા સેન્ટ્રલ જીએસટી અને 33,652 કરોડ રૂપિયા સ્ટેટ જીએસટીને આપ્યા હતા. તેના કારણે ડિસેમ્બરમાં સેન્ટ્રલ જીએસટીની કુલ આવક 70,501 કરોડ અને સ્ટેટ જીએસટીની કુલ આવક રૂ. 71,587 કરોડ હતી.


Google NewsGoogle News