ઓક્ટોબરના પહેલા જ દિવસે આવ્યા ખુશખબર, GST કલેક્શને સતત 7માં મહિને તોડ્યો રેકૉર્ડ, જાણો સપ્ટેમ્બરના આંકડા

આ નાણાકીય વર્ષમાં ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ઓક્ટોબરના પહેલા જ દિવસે આવ્યા ખુશખબર, GST કલેક્શને સતત 7માં મહિને તોડ્યો રેકૉર્ડ, જાણો સપ્ટેમ્બરના આંકડા 1 - image


GST collection september 2023 : દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવક (GST Collection) માં વાર્ષિક આધારે  મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે  એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે.   મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. 

ગયા મહિનાનું GST કલેક્શન 

ગયા મહિને GSTની કુલ આવક રૂ. 1,62,712 કરોડ થઇ છે. જેમાં સેન્ટ્રલ GST રૂ. 29,818 કરોડ, સ્ટેટ GST રૂ. 37,657 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST રૂ. 83,623 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 881 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.

  ઓક્ટોબરના પહેલા જ દિવસે આવ્યા ખુશખબર, GST કલેક્શને સતત 7માં મહિને તોડ્યો રેકૉર્ડ, જાણો સપ્ટેમ્બરના આંકડા 2 - image

આ નાણાકીય વર્ષમાં ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો 

સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર, સરકારે ગત વર્ષે  સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન મારફતે 1.47 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી.  જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 14%થી વધુની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે.



Google NewsGoogle News